________________
૩૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર એથી નિર્જરા પણ શી રીતે થાય ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે–આહાતપની કેવળ કાયા ઉપર અસર થાય છે એ હકીકત તદ્દન અસત્ય છે. જે બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થાય, આત્મા ઉપર અસર ન થાય, એ વાસ્તવિક બાહ્ય તપ જ નથી. કિંતુ કાયલેશ જ છે. આથી જ પ્રસ્તુત સૂત્રના ભાગ્યમાં કહેવામાં આવ્યું છે કે–સચ્ચT ચો...એ સૂત્રમાં આવેલ સમ્યગૂ શબ્દનું અનુસંધાન આ સૂત્રમાં પણ લેવું. એટલે અહીં કેવળ બાહ્ય તપને નિર્દેશ નથી કર્યો, કિન્તુ સમ્યગ બાતપને નિર્દેશ મ્યું છે. આત્મશુદ્ધિના. આશયથી જિનેશ્વરની આજ્ઞા મુજબ કરવામાં આવતે બાહ્ય તપ સમ્યઉત્તમ છે.
આત્મામાં શુદ્ધપરિણામ પેદા ન થાય ત્યાં સુધી સમ્યગુ બાહા તપ કરવાની ભાવના ન થાય એ ચોક્કસ વાત છે. કારણ કે જ્યાં સુધી દેહને મમત્વભાવ, આહારની લાલસા, ઈદ્રિયેને અસંયમ, સંસારસુખને રાગ વગેરે દોષ દૂર ન થાય-ઘટે નહિ ત્યાં સુધી (સમ્ય) બાહ્યતપ. કરવાની ભાવના થતી નથી. તથા જ્યાં સુધી આત્મામાં શુદ્ધ પરિણામે પેદા ન થાય ત્યાં સુધી દેહને મમત્વભાવ વગેરે દે દૂર ન થાય, ઘટે નહિ. આથી બાહાતપની પ્રવૃત્તિથી દેહને મમત્વભાવ વગેરે દેશે દૂર થયા છે-ઘટયા છે એ સૂચિત થાય છે. દોષેની હાનિ–ઘટાડે આત્મામાં શુદ્ધ પરિણામે ઉત્પન્ન થયા છે એ સૂચવે છે. આત્મામાં ઉત્પન્ન થયેલ શુદ્ધ પરિણામથી કર્મોની નિર્જરા થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org