________________
નવમો અધ્યાય
૬૭૪ પરિણામ રૂપ ભાવનિર્જરાથી. કર્મની સ્થિતિના પરિપાકથી થતી નિર્જરા તે દરેક જીવને થઈ રહી છે. એ નિર્જરાનું જરાય મહત્ત્વ નથી. શુદ્ધ પરિણામરૂપ ભાવનિર્જરાથી થતી દ્રવ્યનિશની જ મહત્તા છે. આથી પ્રસ્તુતમાં આ જ નિર્જરા ઈટ છે.
હવે અહીં નિજેશનાં જે બે કારણે બતાવ્યાં તેમાં - તપને સમાવેશ તો થશે નહિ. જ્યારે શાસ્ત્રકારો તે તપને નિર્જાનું કારણ કહે છે, તે આમાં શું તથ્ય છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન આ પ્રમાણે તપ ભાવનિર્જરાનું=આત્માના શુદ્ધ પરિણામેનું કારણ બનવા દ્વારા નિર્જરાનું કારણ છે. તપથી ભાવ નિર્જશ= આમાના શુદ્ધ પરિણામે થાય છે, અને એનાથી દ્રવ્ય નિર્જરા થાય છે. તપનું સેવન કરવા છતાં જે ભાવ નિર્જર ન થાય તે તપથી (પ્રસ્તુતમાં ઈટ) નિર્જશ થતી નથી. આથી જ ભાવ નિર્જરામાં કાણું ન બનનાર તપ વાસ્તવિક તપ નથી, કિંતુ માત્ર કાયકલેશ છે. ભાવનિર્જશમાં કારણ બનનાર તપ જ વાસ્તવિક તપ છે. અહીં એ તપની ગણતરી કરવામાં આવી છે.
- હવે એ પ્રશ્ન બાકી રહે છે કે અત્યંતર તપની આત્મા ઉપર અસર થતી હોવાથી આત્મામાં શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે. એથી અત્યંતર તપ નિર્જરાનું કારણ છે. પણ આશ્ચતપની કેવળ કાયા ઉપર અસર થતી હોવાથી તેનાથી આત્માના શુદ્ધ પરિણુમ શી રીતે ઉત્પન્ન થાય ? અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org