SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આ ધ્યાન અવિરત અને દેશવિરત જીને, અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકથી આરંભી પાંચમા ગુણસ્થાન સુધી હોય છે. પછીના ગુણસ્થાનેમાં આ ધ્યાન હેતું નથી. [૩૬] ધર્મધ્યાનના ભેદે અને સ્વામી યાજ્ઞા-ડય-વિપર-થાનનિવાર ધમકમસંયત || ૧-૩૭ છે. આજ્ઞા, અપાય, વિપાક, સંસ્થાન એ ચારના વિચય સંબંધી એકાગ્ર મનવૃત્તિ તે ચાર પ્રકારનું ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્તસંયતને હોય છે. વિચય એટલે પાચન-ચિંતન. મનની એકાગ્રતાથી આજ્ઞા આદિ ચારનું પર્યાલોચન-ચિંતન એ અનુક્રમે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય છે. (૧) આજ્ઞાવિચય-જિનેશ્વર ભગવાનની આજ્ઞા સકલ જીને હિત કરનારી છે. સર્વ પ્રકારના દેથી રહિત છે. એમની આજ્ઞામાં ઘણાં ગૂઢ રહસ્ય રહેલાં છે. આથી અતિલઘુકમ નિપુણ પુરુષ જ એમની આજ્ઞાને સમજી શકે છે. ઈત્યાદિ ચિંતન તથા સાધુઓના માટે અને શ્રાવક આદિના માટે ભગવાનની કઈ કઈ આજ્ઞા છે એ વિશે એકાગ્રતાપૂર્વક પાચન-ચિંતન એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. (૨) અપાય વિચય–અપાય એટલે દુઃખ. સંસારનાં જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખેને, દુઃખનાં કારણે અજ્ઞાન, અવિરતિ, - કષાય વગેરેને એકાગ્રચિત્તે વિચાર તે અપાયવિચય ધર્મધ્યાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy