SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે અધ્યાય પ૭ હાય નહિ. કારણ કે જિનેશ્વર ભગવાન રાગ, દ્વેષ અને મેહ રહિત થયા પછી જ ધર્મને ઉપદેશ આપે છે. જ્યાં રાગાદિ દે છે ત્યાં ભૂલ થવાને સંભવ છે. જે રાગાદિ દથી સર્વથા રહિત છે તેની કોઈ પણ વિષયમાં જરાય ભૂલ થાય નહિ. ફળ-આ પ્રમાણે ધર્મસ્વાખ્યાત ભાવના ભાવવાથી શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે. પ્રગટેલી શ્રદ્ધા વિશુદ્ધ બને છે. પરિણામે મેક્ષમાર્ગથી પતિત થવાનો ભય રહે તે નથી. મેક્ષમાર્ગની આરાધના માટે ઉલ્લાસની વૃદ્ધિ થતી જાય છે. [૭] પરિષહને અથર અને હેતુमार्गाऽच्यवननिजरार्थ परिषोढव्याः परीषहाः ॥९-८॥ સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા ચગ્ય છે તે પરિષહ છે. વઢિચાર પદથી પરિષહ શબ્દનો અર્થ જણાવ્યો છે. પરિષઢવ્ય – સહન કરવા ગ્ય છે તે પરિષહ છે. માનનિરર્થ પદથી પરિષહ સહન કરવાનું કારણ જણાવ્યું છે. યદ્યપિ સૂત્રમાં પરિષહ સહન કરવામાં મેક્ષમાર્ગમાં સ્થિરતા અને નિર્જર એ બે હેતુ બતાવ્યા છે, છતાં પ્રકરણ વશાત્ સંવરને પણ તેમાં હેતુ તરીકે સમજી લેવું જોઈએ. કારણ કે પૂર્વે જ ગુણિએ સૂત્રમાં સંવરના ઉપાય તરીકે પરિષહજયને નિર્દેશ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy