________________
૫૭૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ત્રપણું પામવા છતાં પંચંદ્રિયપણું પામવું ઘણું કઠીન છે. પચેંદ્રિયમાં આવ્યા પછી પણ તિર્યંચ-નરકગતિમાં ભમે છે. આથી મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્યપણું આદિ પ્રાપ્ત થયા પછી પણ જિનવાણીનું શ્રવણ દુર્લભ છે. કારણ કે અનેક મિથ્યાદર્શનના પ્રચારમાં આ જીવ ફસાઈ જાય છે. જિનવાણની પ્રાપ્તિ થયા પછી પણ શ્રદ્ધા અને ચારિત્ર દુર્લભ છે. જિનવાણી (જ્ઞાન), શ્રદ્ધા અને ચારિત્ર એ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. આ મેક્ષમાર્ગ આપણે વિચારી ગયા એ મુજબ ઘણે જ દુર્લભ છે. ફળ-આ પ્રમાણે બધિદુર્લભ ભાવનાના ચિંતનથી બેધિની દુર્લભતાને વાસ્તવિક ખ્યાલ આવે છે. એથી બોધીનેમેક્ષમાર્ગને મેળવવા પ્રયત્ન થાય છે, મળેલા મોક્ષમાર્ગને આરાધવાની કાળજી રહે છે, મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થવાય એ માટે સાવધાની રહે છે.
(૧૨) ધર્મસ્યાખ્યાત-સમ્યગ્દર્શન આદિ ધર્મ જિનેશ્વર દેએ બહુ સુંદર રીતે કહ્યો છે એ વિષયની વિવિધ વિચારણ-ચિંતન એ ધર્મ સ્વાખ્યાત ભાવના છે. અહો! જિનેશ્વર ભગવાને સંસારને નાશ કરનાર અને મોક્ષ આપનાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર રૂપ ધર્મ કે સુંદર અને સ્પષ્ટ કહ્યો છે. આ ધર્મ વીતરાગ સિવાય બીજે કણ કહી શકે! જિનેશ્વર ભગવાનને કહેલે આ ધર્મ યુતિએથી અબાધ્ય છે. કારણ કે નિર્દોષ છે. જિનેશ્વર ભગવાને બતાવેલા ધર્મમાં કેઈ ખેલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org