________________
૫૫૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
તા શ્વાન તુલ્ય જ છું. (૩) ક્ષમાના આશ્રય લીધા વિના આત્મકલ્યાણુ થવાનું જ નથી. આથી જ ભગવાન મહાવીર ઉપસર્ગ સહન કરવાના ઈરાદાથી મ્લેચ્છ દેશેામાં ગયા હતા. આપણે જો ઈરાદા પૂર્વક સહન ન કરી શકીએ તે પણ સ્વય' આવેલા કને (સ્વયં આવેલા ક્ષમાના મેકાને) અવશ્ય વધાવી લેવુ જોઈ એ. ત્રણ જગતના નાશ અને -રક્ષણ કરવામાં સમ પુરુષાએ પણ આત્મ કલ્યાણ માટે ક્ષમાની સાધના કરી તેા કદલી જેવા સત્ત્વવાળા આપણે ક્ષમા વિના આત્મકલ્યાણુ કેમ કરી શકીએ ? આમ અનેક રીતે ક્ષમાની વિચારણા કરવાથી ક્રોધને રોકી શકાય છે.
ઉપમિતિ ભવપ્રપોંચા ગ્રંથમાં ક્રોધને રાક્ષસની ઉપમા આપીને તેના શરીરનું વન નીચે પ્રમાણે કરવામાં આવ્યુ' છેઃ—
ક્રોધ રૂપ રાક્ષસને વર અને કલહ નામના વિષમ અને વસ્તી ચરણા છે, ઈર્ષ્યા અને ચારી એ બે જંઘા છે, અનુશય (પશ્ચાત્તાપ અથવા દ્વેષ) અને અનુપશમ (ઉવિતા) એ કે સાથળ છે, પૈશૂન્ય રૂપ કેડ છે, પરદોષપ્રકાશન રૂપ પેટ છે, અંતસ્તાપ ( હૃદયની ખળતરા) રૂપ છાતી છે, દ્વેષ અને મત્સર એ એ હાથ છે. કરતા રૂપ ડાક છે, અસત્ય વચન આદિ દાંત છે, પ્રચંડતા અને અસહનશીલતા એ એ કાન છે, તામસભાવ નામે -નાસિકા છે, રૌદ્રપણું અને નિર્દયતા એ બે આંખા છે, -અયોગ્ય આચરણુ રૂપ મસ્તક છે, પરોપતાપ ( પરને પીડા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International