________________
નવમો અધ્યાય
પપપ માટે શિક્ષા આપવા ગુસ્સો કરું છું તે હું એને શિક્ષા શું આપવાને છું ! એના કર્મો જ એને શિક્ષા આપી દીધી. છે. કારણ કે મારા ઉપર ગુસ્સે કરીને તે પાપ કરે છે. એટલે ગુસ્સે કરવાના કારણે એણે કરેલા પાપરૂપ શિક્ષા એને મળી જ ગઈ છે. (૨) હવે જે એ મને દુઃખ આપે છે માટે હું એના ઉપર ગુસ્સે કરું છું તે હું મોટી ભૂલ કરું છું. એ મને દુઃખ આપતે જ નથી. મારા કર્મો જ મને દુઃખ આપે છે. બીજાઓ તે નિમિત્ત માત્ર છે. જે. મારાં અશુભ કર્મોને ઉદય ન હોય તે મારે વાળ પણ ઊંચે કરવાની કેઈની તાકાત નથી. માટે દુઃખ આપનાર ઉપર ગુસ્સો કરવાનું હોય તે મારા કર્મ ઉપર કે મારી જાત ઉપર જ કરવું જોઈએ. માત્ર નિમિત્ત બનનાર (ગૌણ. કારણ) ઉપર ગુસ્સો કરવાથી હું સિંહ જેવા પશુથી પણ પામર બનું છું. સિંહ ઉપર જ્યારે બાણ આવે છે ત્યારે એ બાણ ઉપર દૃષ્ટિ ન કરતાં બાણ ફેંકનાર ઉપર નજર કરે છે, અને તેને પંજામાં લેવા પ્રયત્ન કરે છે. તેમ અહીં મારે મારા દુઃખના મૂળ કારણ ઉપર નજર કરીને તેના ઉપર ગુસ્સે કર જોઈએ. જે હું દુઃખનાં બાહ્ય નિમિત્તો ઉપર ગુસ્સે થાઉં તે મારામાં અને શ્વાનમાં ફેર શે ? શ્વાન ઉપર જ્યારે પથ્થર આવે છે ત્યારે એ પથ્થર ફેંકનાર તરફ ન જતાં પથ્થર તરફ જુએ છે, અને પથ્થરને બચકું ભરે છે. આ તેની નરી અજ્ઞાનતા છે. તેમ હું પણ જે દુઃખ આપવામાં મુખ્ય કારણ મારા કર્મો ઉપર કે મારા ઉપર ગુસ્સો ન કરું અને અન્ય ઉપર કરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org