________________
આઠમો અધ્યાય
૫૧૭ મર્કટબંધ કહેવામાં આવે છે. બે હાડકાંઓની ઉપર કીલિકા હાય, એટલે કે ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હેય. એ ત્રણની ઉપર ખીલીની જેમ: એ ત્રણ હાડકાંઓને ભેદીને ચોથું હાડકું રહેલું હોય છે. આવા પ્રકારનું અતિશય મજબૂત સંહનન-હાડકાંઓની રચના તે વજી ઋષભનારાચ સંહનન. અર્થાત્ જેમાં નારાચ (-મર્કટબંધ), aષભ (-પાટે), અને વજ (ખીલી) એ ત્રણ હોય તે વજaષભનારાચ સંહનો. જેમાં બે હાડકાં પરસ્પર મર્કટબંધથી બંધાયેલાં હોય, એ બે હાડકાંઓની ઉપર ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હોય, (એ ત્રણની ઉપર ખીલીની જેમ ચોથું હાડકું ન હોય) એવા પ્રકારનું સંહના ષભનારાજ કહેવાય અર્થાત્ જેમાં નારાજ અને રાષભ હોય, અને વજ ન હોય તે કાષભનારાચ સંહનન. જેમાં માત્ર બે હાડકાં મર્કટબંધથી બંધાયેલાં હોય તે નારાચ સંહનન. અર્થાત્ જેમાં વજી અને બાષભ ન હોય, માત્ર નારાચ જ હોય તે નારાચસંહની. જેમાં એક બાજુ મર્કટ બંધ અને બીજી બાજુ કીલિકા (–પાટે) હેય તે અર્ધનારાચ સંહનન. જેમાં એકેય બાજુ મર્કટબંધ ન હોય, હાડકાં માત્ર કલિકાથી બંધાયેલા હોય તે કીલિકા સંહનન. જેમાં મર્કટબંધ ન હોય, કીલિકા પણ ન હોય, માત્ર હાડકાં પરસ્પર અડેલાં (-સામાન્ય જોડાયેલો હોય તે સેવા સંહનન. જે કમના ઉદયથી વજાષનારા સંહનન (સંઘચણ) પ્રાપ્ત થાય તે વજsષભ નારા સંહનન નામ કર્મ. આ પ્રમાણે અન્ય સંહનનની પણ વ્યાખ્યા સમજી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org