________________
આઠમે અધ્યાય
૫૦૫
કષાય મંદ હોય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય અધિક મંદ હોય છે. સંજવલન કષાય તેનાથી પણ અધિક મંદ હોય છે.
ક્યા પ્રકારના કષાયની કેટલી સ્થિતિ?
કષાની સ્થિતિ (= નિરંતર કેટલે કાળ રહે તે) કષાની તીવ્રતા અને મંદતાને આસ્થાને છે. અનંતાનુબંધી આદિ કષાની સ્થિતિ અનુક્રમે સંપૂર્ણ જીવન, ૧૨ માસ, ચાર માસ અને એક પક્ષ છે. અર્થાત અનંતાનુબંધી કષાયોને ઉદય જીવન પર્યત હેઈ શકે છે. અપ્રત્યાખ્યાન કષાયે ઉદય (નિરંતર) વધારેમાં ૧૨ માસ સુધી જ રહે. પ્રત્યાખ્યાન કષાને ઉદય (નિરંતર) વધારેમાં વધારે ચાર માસ સુધી જ રહે છે. સંજવલન કષાને ઉદય (નિરંતર) વધારેમાં વધારે એક પક્ષ (૧૫ દિવસ) સુધી જ રહે છે.
તાત્પર્ય -જે કષાય જેના વિષે ઉત્પન્ન થાય તે કષાય તેના વિષે સતત જેટલે ટાઈમ રહે તે તેની સ્થિતિ છે. જેમ કે, એક વ્યક્તિને અમુક વ્યક્તિ ઉપર કે ઉત્પન્ન થયે. આ ક્રોધ તે વ્યક્તિ ઉપર સતત જેટલે ટાઈમ રહે તે તેની સ્થિતિ કહેવાય. એટલે એ ક્રોધ જે અનંતાનુબંધી હોય તે તે જ વ્યક્તિ ઉપર સતત જંદગી સુધી પણ રહે. જીંદગી સુધી રહે જ એવો નિયમ નથી. અધિક કાળ રહે તે જીંદગી સુધી પણ રહે. હવે જે એ ક્રોધ અપ્રત્યાખ્યાન હેય તે એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે બાર માસ સુધી જ રહે, પછી અવશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org