________________
૫૦૪
શ્રી તવાથધિગમ સત્ર નથી. (૪) સંજવલન –જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન.! સંજવલન એટલે બાળનાર મલિન કરનાર. જે કષાય અતિચારથી ચારિત્રને બાળે–મલિન કરે તે સંજવલન. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત (= જિનેશ્વર ભગવંતએ જેવું કહ્યું છે તેવું) ચારિત્ર પ્રાપ્ત થતું નથી, કિન્તુ અતિચારથી મલિન ચારિત્ર પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઅનંતાનુબંધી આદિ ચાર પ્રકારના કષાયો અનુક્રમે શ્રદ્ધા (–સમ્યગ્દર્શન), દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાત (નિરતિચાર) ચારિત્રને રેકે છે.
વિશેષ માહિતી – પૂર્વ કષાયના ઉદય વખતે પછીના કષાયને ઉઢય અવશ્ય હેય છે. પછીના કષાયના ઉદય વખતે પૂર્વના કષાયને ઉદય હાય, અથવા ન પણ હોય. જેમકે અનંતાનુબંધી કષાયના ઉદય વખતે અન્ય ત્રણ પ્રકારના કષાયને ઉદય હોય છે. અપ્ર. ત્યાખ્યાન કષાયના ઉદય વખતે અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે, અથવા નથી પણ હા; પણ પ્રત્યાખ્યાનાવરણ અને અને સંજવલન એ બે પ્રકારના કષાયને ઉદય હોય જ છે. કષાયના આ ચાર ભેદે કષાયની તરતમતાને આશ્રયીને છે. અનંતાનુબંધી કષાય અત્યંત તીવ્ર હોય છે. અપ્રત્યાખ્યાન
૧. જિનેશ્વરોએ નિરતિચાર ચારિત્ર કહ્યું છે, અર્થાત્ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવાને ઉપદેશ આપ્યો છે. સંજવલન કષાયને ઉદય ન હોય ત્યારે જ યયાખ્યાત ચારિત્ર આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org