________________
૪૮૨
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કષાયનાં કાર્ય છે, કષાયે મિથ્યાત્વાદિ ત્રણનાં કારણ છે, એ જણાવવા અહીં મિથ્યાત્વાદિને અલગ નિર્દેશ કર્યો છે. મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. અવિરતિ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયનું કાર્ય છે. પ્રમાદ સંજવલન કષાયનું કાર્ય છે. આથી જ અનંતાનુબંધી આદિ કષાના પશમાદિથી મિથ્યાત્વાદિ દૂર થાય છે. અનંતાનુબંધી કષાયને પશમ આદિ થતાં મિથ્યાત્વ દૂર થાય છે. ત્યારબાદ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કલાને ઉપશમ આદિ થતાં અવિરતિ દૂર થાય છે. બાદ સંજવલન કષાયે પશમ આદિ થતાં પ્રમાદ દૂર થાય છે. આમ અહીં કષાયેના કારણે જીવ કયાં કયાં પાપ કરે છે, કેવી કેવી પ્રવૃત્તિ કરે છે, કેવા કેવા આત્મપરિણામ થાય છે-એ સ્પષ્ટ કરવા મિથ્યાત્વ આદિને પૃથગૂ નિર્દેશ કર્યો છે.
(૪) કષાય-કધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે છે. કષાયેનું વિશેષ સ્વરૂપ આઠમા અધ્યાયના ૧૦ મા સૂત્રમાં કરવામાં આવશે.
(૫) ગ–મન, વચન અને કાય એ ત્રણ પ્રકારને ગ છે. વેગનું વિશેષ વર્ણન ૭ મા અધ્યાયના પ્રથમ સૂત્રમાં કરવામાં આવ્યું છે.
પ્રશ્ન-બંધનાં જે કારણે છે તે જ કારણે આશ્રવનાં છે. કારણ કે છઠ્ઠા અધ્યાયમાં સામાન્યથી વેગેને આસવનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org