________________
આઠમે અધ્યાય
૪૮૩ કારણે કહ્યા છે. અહીં પણ સામાન્યથી બંધમાં ચેગોને જ કારણ કહ્યા છે. યદ્યપિ અહીં મિથ્યાત્વ આદિ પાંચ કારણે બતાવ્યાં છે. છતાં મિથ્યાત્વ આદિ ચાર કારણે માનસિક પરિણામ રૂપ હેવાથી તેમને મને ગમાં સમાવેશ થઈ જાય છે. એટલે અર્થપત્તિથી સામાન્યતઃ એગ જ કર્મબંધનું કારણ છે એ સિદ્ધ થાય છે. તથા વિશેષથી અવત, કષાય, ઇંદ્રિય અને કિયા એ ચાર આસ્રવનાં કારણે છે. આસવનાં એ ચાર કારણે અને બંધનાં મિથ્યાત્વ આદિ પાંચ કારણે ભિન્ન નથી. મિથ્યાત્વ, પ્રમાદ અને મને ક્રિયાઓમાં સમાવેશ થઈ જાય છે. અવિરતિને અવ્રતમાં સમાવેશ થઈ જાય છે. કષાયનો બંનેમાં નિર્દેશ કર્યો છે. આમ આસવનાં અને બંધનાં કારણે એક જ હોવા છતાં આસવનાં જે કારણો છે તે જ બંધનાં કારણે છે એમ ન કહેતાં બંધનાં કારણોનો જુદો ઉલેખ કેમ કર્યો? ઉત્તર-વાત સત્ય છે. પરમાર્થથી જે આસવનાં કારણે છે તે જ બંધનાં કારણે છે. આથી જ જ્યારે પાંચ તત્ત્વની વિવક્ષા કરવામાં આવે છે ત્યારે આસવ તત્વને બંધ તત્ત્વમાં સમાવેશ કરવામાં આવે છે. છતાં બંનેનાં કારણે જુદાં જુદાં જણાવવાનું કારણ એ છે કે સામાન્ય વ્યક્તિ (જેની બુદ્ધિ હજી અપરિપકવ છે તે) શીઘ્રતાથી સમજી શકે. અહીં આસ્રવ અને બંધ એ બેને અલગ ગણવામાં આવ્યા છે. તથા એ બંને કાર્ય રૂપ છે. એટલે એ બંનેનાં કારણે હોવા જોઈએ એ પ્રશ્ન થાય તે સહજ છે. આ પ્રશ્નના સમાધાન માટે બંનેનાં કારણે જુદાં જુદાં જણાવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org