SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (૨) મરણ–આશંસા-પૂજા, સત્કાર-સન્માન, કીર્તિ, વૈયાવચ્ચ આદિ ન થવાથી કંટાળીને હું જલદી મરી જઉં તે સારું એમ મરણની ઈચ્છા રાખવી. (૩) મિત્ર-અનુરાગ-મિત્ર, પુત્ર આદિ સ્વજનસનેહીઓ ઉપર મમત્વભાવ રાખ. (૪) સુખ-અનુબંધ-પૂર્વે અનુભવેલા સુખને યાદ કરવાં. (૫) નિદાન-કરણ–તપ અને સંયમના પ્રભાવથી હું પરલોકમાં ચક્રવતી, વાસુદેવ, માંડલિક રાજા, બળવાન કે રૂપવાન બનું ઈત્યાદિ પરાકના સુખની ઈચ્છા રાખવી. [૩૨] દાનની વ્યાખ્યાअनुग्रहार्थ स्वस्यातिसर्गा दानम् ॥ ७-३३ ॥ સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુ પાત્રને આપવી તે દાન. સ્વ-ઉપકાર પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. પ્રધાન એટલે મુખ્ય. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન સ્વ-ઉપકાર છે. આનુષંગિક ઉપકાર એટલે મુખ્ય ઉપકારની સાથે સાથે અનાયાસે થઈ જતે ઉપકાર. આનુષંગિક ઉપકારના બે ભેદ છે. (૧) આ લેાક સંબંધી અને (૨) પરલેક સંબંધી. સંતેષ, વૈભવ આદિની પ્રાપ્તિ એ આ લોક સંબંધી આનુષંગિક સ્વ–ઉપકાર છે. અર્થાત્ દાનથી દાન કરનારના આત્મામાં સંતેષગુણ આવે. (સંતેષની ૧. મામાનુપ્રાર્થે સ્વય......(પ્રસ્તુત સત્ર ઉપર ભાષ્ય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy