SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમે અધ્યાય ૪૭૧ સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કલાતિકમ એ પાંચ અતિથિસંવિભાગ રતના અતિચારે છે. (૧) સચિત્તનિક્ષેપ-નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુને ઘઉં વગેરે સચિત્ત વસ્તુમાં મૂકી દેવી. (૨) સચિત્તપિધાન-નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી. (૩) પરવ્યપદેશ-નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ પિતાની હોવા છતાં બીજાની છે એમ કહેવું, અથવા આપવાની બુદ્ધિથી બીજાની હોવા છતાં પિતાની છે એમ કહેવું. (૪) માત્સર્ય-હુદયમાં ગુસ્સે થઈને આપવું. સામાન્ય માણસ પણ આપે છે તે શું હું તેનાથી ઉતરતો છું ? એમ ઈર્ષાથી આપવું. (૫) કાલાતિકમ-ભિક્ષાકાળ વીતી ગયા પછી અથવા ભિક્ષાકાળ થયા પહેલાં સાધુઓને નિમંત્રણ કરવું. [૩૧]. સલેખના વ્રતના અતિચારોजीवित-मरणाशंसा-मित्रानुराग-सुखानुबंध નિવાનવારણન છે –રૂર જીવિત-આશંસા, મરણ–આશંસા, મિત્રઅનુરાગ, સુખ-અનુબંધ અને નિદાન કરણ એ પાંચ સંલેખના વ્રતના અતિચારે છે. (૧) જીવિત – આસા -આશંસા એટલે ઈચ્છા. જીવિત એટલે જીવવું. જીવવાની ઇચ્છા તે જીવિત આશંસા. પૂજા, સત્કાર-સન્માન, પ્રશંસા આદિ ખૂબ થવાથી હું વધારે જીવું તે સારું એમ જીવવાની ઈચ્છા રાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy