________________
સાતમે અધ્યાય પાંચ સત્ય (સ્થૂલ મૃષાવાદ વિરમણ) વ્રતના અતિચારે છે.
(૧) મિથ્યા ઉપદેશ–પરપીડાકારી વચન, અસત્ય ઉપદેશ, અતિસંધાન ઉપદેશ વગેરે મિથ્યા ઉપદેશ છે. ચેરને મારી નાંખો, વાંદરાઓને પૂરી દે વગેરે પરપીડાકારી વચન છે. બેટી સલાહ આપી ઊંધા માર્ગે ચડાવ. એ અસત્ય ઉપદેશ છે. વિવાદમાં અન્યને છેતરવાને ઉપાય બતાવ તે અતિસંધાન ઉપદેશ છે.
અહીં પરપીડાકારી વચનમાં અન્યને દુઃખ ન આપવું એ અહિંસાનું પાલન થતું નથી. અન્ય સર્વ વ્રતે અહિં. સાના પાલન માટે છે. આથી પરપીડાકા વચનથી બાહ્ય દષ્ટિએ વ્રતભંગ ન હોવા છતાં આંતર્દષ્ટિએ વ્રતભંગ છે. જે વિષયમાં પિતાને બરોબર અનુભવ ન હોય તે વિષયમાં પતે સલાહ આપે અને અન્ય વ્યક્તિ વિપરીત માગે ચડે તેમાં પિતાની દષ્ટિએ અસત્ય ન હોવા છતાં અનુભવીની દષ્ટિએ અસત્ય છે. એટલે બાહ્યથી સત્ય છે, અને તાવિક દષ્ટિથી અસત્ય છે. એ પ્રમાણે અતિસંધાનમાં પણ યથાયોગ્ય સમજી લેવું.
(૨) રહસ્ય-અભ્યાખ્યાન-રહસ્ય એટલે એકાંતમાં બનેલ, અભ્યાખ્યાન એટલે કહેવું. વિરુદ્ધ રાજ્ય, મિત્રમિત્ર, પતિ-પત્ની વગેરેની એકાંતમાં થયેલ ક્રિયા કે વાત વગેરેને હાસ્યાદિપૂર્વક બહાર પાડવી. ગુપ્ત હકીકત
૧. એકાંતમાં વાતચીત આદિ કરનારને કહે કે મેં તમારી વાત આદિ જાણી લીધું છે. અથવા અન્યને કહે કે અમુક અમુક અમુક વાત આદિ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org