________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
(૧) અપધ્યાન-અપધ્યાન એટલે દુર્ધ્યાન – અશુભ વિચારે. શત્રુ મરી જાય તે સારુ, શહેરના ઢાકા મરી જાય તે સારું, અમુક રાજાએ અમુક રાજાને જીત્યા તે સારુ થયું', અમુક દેશના લેાકા મારને જ ચૈગ્ય છે, હું રાજ અનુ તા સારું, ઇત્યાદિ અશુભ વિચારે અપધ્યાન છે. આવા વિચારાથી પેાતાના કાઈ કાર્યની સિદ્ધિ થતી નથી. આવા વિચારાથી નિરક પાપ અથાય છે.
૪૧૮
(ર) પાપકર્મોપદેશ—લડાઈ કરવી જોઈ એ, મત્સ્યોદ્યોગના ફેલાવા કરવા જોઈએ, વમાન જમાનામાં કાપડની મિલે વિના ન ચાલે માટે કાપડની મિલે તૈયાર થવી જોઈ એ, વિજળી ઉત્પન્ન કરવી જોઈ એ, વહાણે તૈયાર કરો, તમારી કન્યા વિવાહને યાગ્ય થઈ ગઈ છે માટે જલદી પરણાવી ઢા, વર્ષાદ સારા થયા છે માટે વાવણી શરૂ કરો....વગેરે સ પ્રકારના પાપકાર્ચીને ઉપદેશ' પાપમેપદેશ છે.
(૩) હિંસકાપણું-જે આપવાથી હિંસા થાય તેવી વસ્તુ અન્યને આપવી. દા.ત. હથિયાર, ઝેર, અગ્નિ વગેરે.ર
૧. વિવેક વિના છાપુ વાંચનારાએ નિરક કેટલું અપધ્યાન કરે છે, અને છાપું વાંચીને ગમે તેની પાસે ગમે તે રીતે છાપાની વાતા કરનારા કેટલેા પાપકર્મોપદેશ કરે છે એ આના ઉપરથી સમજી શકાય તેમ છે.
૨. દાક્ષિણ્યતાના કારણે પાપકમના ઉપદેશ કરવાના પ્રસંગ આવે અને હિંસા થાય તેવી વસ્તુ આપવી પડે એ માટે નિયમમાં તેટલા પૂરતી છૂટ રાખવી પડતી હોય તો પણ અને ત્યાં સુધી તે છૂટને ઉપયાગ ન કરવા પડે એ માટે કાળજી રાખવી જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org