________________
છઠ્ઠો અધ્યાય
૩૪૧ બહુલતાની દષ્ટિએ છે. તંદુલ મત્સ્ય આદિ અપવાદભૂત દિષ્ટતાને છેડીને મોટા ભાગે જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા (–ભેદ) થાય છે. અથવા અધિકરણ હવે પછીના સૂત્રમાં કહેવાશે તેમ બે પ્રકારે છે. તલવાર આદિ બાહ્ય અધિકરણ છે. કષાયાદિની તીવ્રતા–મંદતા વગેરે મા સૂત્રમાં બતાવાશે તે પ્રમાણે (એકસો આઠ પ્રકારે) અચંતર અધિકરણ છે. તંદુલીયે મત્સ્ય વગેરેને તલવારાદિ બાહ્ય અધિકરણને અભાવ હોવા છતાં રૌદ્રધ્યાન રવરૂપ મન અને કષાયાદિ અભ્યન્તર અધિકરણ અતિ ભયંકર હોવાથી તે સાતમી નરકમાં જઈ શકે છે. [૭]
અધિકરણના ભેદેધિર વાડીવાઃ || ૬-૮
અધિકરણના જીવ અને અજીવ એમ બે ભેદે છે.
કેવળ જીવથી કે કેવળ અજવથી આસવ -કર્મબંધ) થાય જ નહિ. જીવ અને અજીવ બને હોય તે જ આસવ થાય. માટે અહીં જીવ અને અજીવ એ બંનેને આસવનાં અધિકરણ કહ્યા છે. જીવ આસવને કર્તા છે અને અજીવ આસવમાં સહાયક છે. આથી જ જીવ ભાવ (=મુખ્ય) અધિકરણ છે. અને અજીવ દ્રવ્ય (=ગૌણ) અધિકરણ છે. યદ્યપિ તીવ્ર
* आद्यं च जीवविषयत्वाद् भावाधिकरणमुक्तं, कर्मः बन्धहेतुर्मुख्यतः । इदं तु द्रव्याधिकरणमुच्यते, परममुख्य, નિમિત્તાત્રવત્ ૧ (અ. ૬ સૂ. ૧૦ ના ટીકા) १ भावः तीवादिपरिणाम आत्मनः, स एवाधिकरणम् ।
(અ. ૬ સ. ૮ ની ટીકા )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org