________________
૨૯૦
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર જૈન દર્શન જેમ ઉપર મુજબ એક જ વસ્તુમાં 'નિત્યત્વ અને અનિત્યત્વ એ બે પરસ્પર વિરુદ્ધ ધર્મને સ્વીકાર કરે છે, તેમ બીજા પણ સામાન્ય-વિશેષ, ભેદ– અભેદ, સવ–અસત્ત્વ, એ-અનેકત્વ વગેરે અનેક વિરુદ્ધ ધર્મોને પણ સ્વીકાર કરે છે. આની પાછળ એક દિવ્યદૃષ્ટિ રહેલી છે. આ દિવ્યદૃષ્ટિ છે સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ.
સ્યા એટલે અપેક્ષા. આથી સ્યાદ્વાદ એટલે અપેક્ષા-વાદ. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ, અનેકાંતવાદ, નયવાદ વગેરે શબ્દ એકાઈક છે. જૈનદર્શનના સિદ્ધાંતને મહેલ આ
સ્યાદ્વાદના પાયા પર જ રચાયેલું છે. સ્વાદ્વાદ જૈનદર્શનને પ્રાણુ છે. જ્યાં સ્યાદ્વાદ નથી ત્યાં જૈનદર્શન નથી. જૈનદર્શને જગતને સ્યાદ્વાદની એક અણમોલ ભેટ આપી છે. રાજકીય, સામાજિક, ધાર્મિક, વ્યાવહારિક, શૈક્ષણિક વગેરે નાનાં મોટાં સર્વ ક્ષેત્રમાં સ્યાદ્વાદની જરૂર છે. સ્યાદ્વાદ વિના કઈ ક્ષેત્ર વિકાસ પામી શતું જ નથી. જેટલા અંશે આપણે સ્યાદ્વાદને ભંગ કરીએ છીએ તેટલા અંશે આપણી પ્રગતિ રુંધાય છે. આથી જ જૈનદર્શનના દરેક સિદ્ધાંતમાં સ્યાદ્વાદની ઝળક છે. [૩૦]
એક જ વસ્તુમાં નિયત્વ–અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ સ્યાદ્વાદદષ્ટિથી થાય છે. આથી સૂત્રકાર ભગવંત હવે સ્યાદ્વાદને ઓળખાવે છે–
अर्पिताऽनर्पितसिद्धः ॥५-३१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org