________________
૨૮૮
શ્રી તવાર્થાધિગમ સૂત્ર. નિત્યનું લક્ષણतभावाव्ययं नित्यम् ॥ ५-३० ॥
જે વસ્તુ તેના–પિતાના ભાવથી અવ્યય રહે. એટલે કે પોતાના ભાવથી રહિત ન બને તે નિત્ય..
નિત્યતાની આ વ્યાખ્યા દરેક સત્ વસ્તુમાં ઘટે છે. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પિતાના ભાવનેમૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામે. છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પિતાના મૂળ સ્વરૂપને ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. આને પરિણમી નિત્ય કહેવામાં આવે છે. પરિણામ (–પરિવર્તન) પામવા છતાં નિત્ય રહે તે પરિણામી નિત્ય.
- સૂમદષ્ટિથી વિચારવામાં આવે તે ખ્યાલ આવ્યા વિના ન રહે કેઈપણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના રહેતી નથી. દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે ડું ઘણું પરિવર્તન અવશ્ય થયા કરે છે. પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતું નથી. આ પરિવર્તન સર્વજ્ઞ ભગવંતે જ જોઈ શકે. આપણે માત્ર સ્કૂલ સ્થૂલ પરિવર્તનને જ જોઈ શકીએ છીએ. વસ્તુમાં સૂક્ષમરૂપે કે સ્થૂલરૂપે પરિવર્તન થવા છતાં તે પિતાના વરૂપને [ દ્રવ્યત્વને ] કદી છેડતી નથી. આથી તમામ વસ્તુઓ પરિણામી નિત્ય છે. દા. ત. કાપડને તાકે કાપીને કોટ વગેરે વચ્ચે બનાવ્યાં. અહીં તાકાને નાશ થયે અને કોટ આદિ વસ્ત્રની ઉત્પત્તિ થઈ છતાં મૂળ દ્રવ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org