________________
... www
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર [અહીં સુધી ધમસ્તિકાય આદિ દરેક દ્રવ્યનું સ્વતંત્ર લક્ષણ અને સ્વરૂપ જણાવ્યું. આથી એ સિદ્ધ થયું કે ધમસ્તિકાય આદિ પાંચ દ્રવ્ય સત છે–વિદ્યમાન છે. આથી હવે એ પાંચેયનું સત્ તરીકે એક લક્ષણ શું છેસત્ કોને કહેવાય તે જણાવે છે.)
સનું લક્ષણ – કાર-ય-ધ્રૌવ્યયુ સંત છે –૨૨ છે.
જે ઉત્પાદ, વ્યય અને પ્રાવ્યથી યુક્ત હોય તે સત્ કહેવાય.
આ ત્રણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે–આ જગતમાં વિદ્યમાન નથી. સત્ વસ્તુમાત્રમાં સદા ઉત્પાદ આદિ ત્રણે અવશ્ય હેય છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ. ધ્રૌવ્ય એટલે સ્થિરતા. દરેક વસ્તુ પ્રતિસમય પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે, તથા દ્રવ્ય રૂપે સ્થિર પણ રહે છે. દરેક વસ્તુમાં બે અંશે હોય છે. (૧) દ્રવ્યાંશ અને (૨) પર્યાયાંશ. તેમાં દ્રવ્ય રૂપ અંશ સ્થિર(–ધ્રુવ) હોય છે અને પર્યાય રૂ૫ અંશ
અસ્થિર (–ઉત્પાદ-વ્યયશીલ) હોય છે. આથી સત્ દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત હોય છે.
અહીં અન્ય દર્શનકારના મતે સનું લક્ષણ શું છે તે વિચારવું જરૂરી છે. વેદાંતીઓ સંપૂર્ણ જગતને બ્રાસ્વરૂપ માને છે. ચેતન કે જડ સર્વ વસ્તુઓ બ્રહ્મના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org