SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો અધ્યાય દષ્ટિથી તે [ઉત્પન્ન ન થવાથી કારણરૂપ છે અને પર્યાયાર્થિક દષ્ટિથી [ઉત્પન્ન થવાથી કાર્ય રૂપ પણ છે. [૨૭] ત્રણ કારમાંથી કયા કારણથી ઉતપન્ન થયેલા સ્કો જોઈ શકાય છે તેનું નિરૂપણ - भेदसंघाताभ्यां चाक्षुषाः॥५-२८॥ ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા છે જ ચાક્ષુષ (=ચક્ષુથી ગ્રાહ્ય) બને છે; એટલે કે ચક્ષુથી જોઇ શકાય છે. પૂર્વે કહ્યું છે કે ભેદથી સંઘાતથી અને ભેદ–સંઘાતથી એમ ત્રણ રીતે સ્કંધેની ઉત્પત્તિ થાય છે. આ ત્રણમાંથી જે સ્કંધે કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે તે સ્કંધ આંખેથી જોઈ શકાતા નથી. જે કંધે ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉતપન્ન થાય છે તે જ સ્કંધે. આંખેથી જોઈ શકાય છે. તાત્પર્ય એ આવ્યું કે–અત્યંત સ્થૂલ પરિણામવાળા. કંધ જ આંખેથી જોઈ શકાય છે. એ છે કેવળ ભેદ, કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થતા નથી, કિન્તુ ભેદ–સંઘાતથી જ ઉત્પન્ન થાય છે. ભેદ સંઘાતથી ઉત્પન્ન થયેલા દરેક સ્કંધે જોઈ શકાય છે એ નિયમ નથી. પણ જે છે જોઈ શકાય છે તે સ્કંધે ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થયેલા હોય છે એ નિયમ છે. અહીં ચક્ષુથી ગ્રાહ્ય બને છે એ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇદ્રિથી ગ્રાહ્ય બને છે એમ સમજવું. અર્થાત્ ભેદ–સંઘાતથી ઉત્પન્ન થયેલા સ્ક ઇંદ્રિયગ્રાહ્ય બને છે. [૨૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy