________________
૨૮૪
શ્રી તત્વાર્થાધિગમ સત્ર કઈ પણ વસ્તુને એકાંતે નિત્ય કે એકાતે અનિત્ય માનતું જ નથી. એ દરેક વસ્તુને અપેક્ષાથી નિત્ય અને અપેક્ષાથી અનિત્ય અને ઉભય સ્વરૂપ માને છે. એટલે કેઈ વખત અમુક અપેક્ષાથી નિત્ય કહે છે અને કઈ વખત એ જ વસ્તુને અમુક અપેક્ષાથી અનિત્ય પણ કહે છે. જૈનદર્શન વસ્તુ માત્રને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી - અનિત્ય માને છે. આથી જ્યારે તે કઈ વસ્તુને નિત્ય યા
અનિત્ય કહે ત્યારે તે વસ્તુ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે એમ નહિ સમજવું. પૂર્વે પરમાણુને નિત્ય કહેવામાં આવેલ છે તે દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ. એટલે કે પરમાણુ પૂર્વે હતું જ નહિ, અને ન જ દ્રવ્યરૂપે ઉત્પન્ન થાય છે એમ નથી. આથી દ્રવ્યરૂપે તે નિત્ય છે. પણ અમુક પર્યાય રૂપે તે ન જ ઉત્પન્ન થાય છે. જયારે પરમાણુ સ્કંધમાંથી છૂટો પડે છે ત્યારે એને સ્કંધબદ્ધ અસ્તિત્વ પર્યાય નાશ પામે છે અને સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય ઉત્પન્ન થાય છે. આથી પર્યાયાર્થિક નયથી સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય રૂપે પરમાણુની ઉત્પત્તિ થાય છે. બાકી સ્કંધમાં જે પરમાણુ હતો તે જ છૂટો પડે છે એટલે કેઈન જ પરમાણુ ઉત્પન્ન થાય છે એવું નથી. એટલે અહીં ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે એને અર્થ એટલે જ છે કે પરમાણુ કંધમાં બદ્ધ હો તે છૂટ-સ્વતંત્ર થાય છે. આથી તેનામાં સ્વતંત્ર અસ્તિત્વ રૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. પરમાણુના સ્વતંત્ર અસ્તિત્વ પર્યાયની ઉત્પત્તિને ઉપચારથી પરમાણુની ઉત્પત્તિ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે દ્રવ્યાર્થિક
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org