________________
પાંચમે અધ્યાય
જેમકે ચતુરણુક સ્કંધમાંથી એક પરમાણુ છૂટે પડ્યો અને તે જ સમયે બે પરમાણુ જોડાયા. આથી ચતુરણુક સ્કંધ પંચાણુક પિાંચ અણુવાળ બન્યું. અહીં પંચાણુક સ્કંધની ઉત્પત્તિ સંઘાતભેદથી થઈ. એમ ચતુરણુક સ્કંધમાં એક પરમાણુ જેવા અને તે જ સમયે તેમાંથી બે પરમાણુ છૂટા . પડી ગયા તે અહીં ત્રયાણુક સ્કંધની ઉત્પત્તિ સંઘાતભેદથી થઈ. આમ સ્કંધમાં અમુક પરમાણુ જોડાય અને તે જ સમયે તેમાંથી જેટલા જોડાયા તેટલા કે વધારે ઓછા અણુ છૂટા પડે તે ન જે સ્કંધ બને તેની ઉત્પત્તિ સંઘાત–ભેદથી થાય છે. [૨૬]
પરમાણુની ઉત્પત્તિ
મેઢાણુઃ -રણા પરમાણુ સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે.
પરમાણુ પુદ્ગલને અંતિમ અંશ છે. સંઘાત થતાં તે અંતિમ અંશ તરીકે મટીને સ્કંધ રૂપે બને છે. એટલે અણુની ઉત્પત્તિ સંઘાતથી થતી જ નથી, એથી સંઘાતભેદથી પણ ઉત્પત્તિ થતી નથી. જ્યારે સંકધમાંથી પરમાણુ છૂટે. પડે ત્યારે જ પરમાણુની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્નઃ–પરમાણુ નિત્ય છે અને કારણ રૂપ જ છે, કાર્ય રૂપ નથી. પણ અહીં ભેદથી અણુ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એને અર્થ એ થયે કે પરમાણુ અનિત્ય છે, અને કાર્યરૂપ પણ છે. આથી અહીં “વલતો ચાલત” થાય છે. ઉત્તર—તમે એટલું ખ્યાલ રાખી લે કે જૈનદર્શન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org