________________
પાંચમે અધ્યાય
૨૬૭ દ્રવ્ય સ્વયં વર્તી રહ્યા છે, છતાં તેમાં કાળ નિમિત્ત બને છે. અર્થાત્ સઘળાં દ્રવ્યે સ્વયં પ્રૌવ્ય રૂપે પ્રત્યેક સમયે વતી રહ્યાં છે (વિદ્યમાન છે) અને એ દ્રવ્યમાં ઉત્પાદ અને
વ્યય પણ પ્રત્યેક સમયે થઈ રહ્યા છે. તેમાં કાળ માત્ર. નિમિત્ત બને છે. આ વર્તના પ્રતિસમય પ્રત્યેક પદાર્થમાં હોય છે. સૂક્ષમ હોવાથી આપણે તેને પ્રત્યેક સમયે જાણી શકતા નથી. અધિક સમય થતાં જાણ શકીએ છીએ. જેમ કે–અર્ધા કલાકે ચોખા રંધાયા, તે અહીં ૨૯ મિનિટ સુધી ચેખા રંધાતા ન હતા અને ૩૦ મી. મિનિટે રંધાઈ ગયા, એવું નથી. પ્રથમ સમયથી જ સૂક્ષમ રૂપે ચેખા રંધાઈ રહ્યા હતા. જે ચેખા પ્રથમ સમયે ન રંધાયા હોય તે બીજા સમયમાં પણ ન રંધાયા હોય, બીજા સમયમાં ન રંધાયા હોય તે ત્રીજા સમયમાં પણ ન રંધાયા હેય, એમ યાવત્ અંતિમ સમયે પણ ન રંધાયા હેય. પણ રંધાયા છે માટે અવશ્ય માનવું જ જોઈએ કે પ્રથમ સમયથી જ તેમાં રંધાવાની ક્રિયા થઈ રહી હતી.
(૨) પરિણામ પરિણામ એટલે પિતાની સત્તાને ત્યાગ કર્યા વિના દ્રવ્યમાં તે ફેરફાર. અર્થાત્ મૂળ દ્રવ્યમાં પૂર્વપર્યાયંને નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. દ્રવ્યના પરિણામમાં કાળ મહત્ત્વને ભાગ ભજવે છે. અમુક અમુક હતુ આવતાં અમુક અમુક ફળ, ધાન્ય, ફૂલ વગેરેની ઉત્પત્તિ થાય છે. ઠંડી-ગરમી ભેજ વગેરે ફેરફાર થયા કરે છે. કાળથી બાલ્યાવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org