________________
-૨૬૮
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે અવસ્થાઓ થયા કરે છે. આ ફેિરફાર (ઉત્પત્તિ-વિનાશ) નિયતપણે ક્રમશઃ થયા કરે છે. પણ જે કાળને આમાં કારણ ન માનવામાં આવે તે તે બધા ફેરફારે (ઉત્પત્તિ-વિનાશ) એકી સાથે થવાની આપત્તિ આવે. પરિણામનું વિશેષ વર્ણન આ અધ્યાયના તટુકમાવઃ પરિણામઃ” એ સૂત્રમાં આવશે.
(૩) કિયા એટલે ગતિઃ–ગતિના પ્રયોગ, વિસા અને મિશ્ર એમ ત્રણ ભેદ છે. જીવના પ્રયત્નથી થતી ગતિ=પ્રાગ ગતિ. જીવન પ્રયત્ન વિના સ્વાભાવિક થતી ગતિ=વિસસાગતિ. જીવના પ્રયત્નથી અને સ્વાભાવિક એ - બંને રીતે થતી ગતિ=મિશ્રગતિ.
(૪) પરત્વાપરત્વ –પરત્વ અને અપરત્વ એ બંને પરસ્પર સાપેક્ષ છે. પરત્વાપરત્વના પ્રશંસાકૃત, ક્ષેત્રકૃત અને કાળકૃત એમ ત્રણ ભેદ છે. અમુક ધર્મ પર છે-શ્રેષ્ઠ છે; અમુક ધર્મ અપર છે-કનિષ્ઠ (-હલકે) છે. આ પરત્વ અને અપરત્વ પ્રશંસાકૃત છે. અમદાવાદથી મહેસાણુ પર છે–દૂર છે, અમદાવાદથી આણંદ અપર છે–નજીક છે. અહીં પરત્વ અને અપરત્વ ક્ષેત્રકૃત-ક્ષેત્રની અપેક્ષાએ છે. ૧૦ વર્ષના છોકરાથી ૧૬ વર્ષને કરે પર છે-મેટે છે; ૧૬ વર્ષના છેકરાથી ૧૦ વર્ષનો છેક અપર છે-નાને છે. અહીં કાળકૃત-કાળની અપેક્ષાએ પરત્વાપરત્વ છે. ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાંથી અહીં કાળકૃત પરત્વાપરત્વની વિવેક્ષા છે. [૨૨].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org