________________
-પાંચમે અધ્યાય
૨૪૯ બહાર રહે એવું બનતું નથી, અને શરીરના અમુક ભાગમાં ન હેાય તેવું પણ બનતું નથી.
પુદ્ગલેને પણ સંકેચ-વિકાસ થાય છે તે તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. સંપૂર્ણ ઓરડામાં પથ-- રાયેલા દીપકના પ્રકાશના પ્રદેશ દીપકને નાની પેટીમાં મૂકવામાં આવે તે સંકેચ પામીને તેટલા વિભાગમાં જ સમાઈ જાય છે. દીપકને બહાર કાઢતાં પ્રકાશના પ્રદેશને વિકાસ થવાથી તે પ્રદેશે સંપૂર્ણ એરડામાં પથરાઈ જાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવના પ્રદેશે મૂળ દ્રવ્યમાંથી કદી છૂટા પડતા નથી. કારણકે ધર્માસ્તિકાય આદિ અરૂપી છે. અરૂપી દ્રવ્યમાં સંશ્લેશ કે વિશ્લેષને અભાવ હોય છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશે મણ દ્રવ્યમાંથી છૂટા પડે છે, અને ભેગા પણ થાય છે. તેમજ એક સ્કંધના પ્રદેશો એ સ્કંધમાંથી છૂટા પડીને અન્ય સ્કંધમાં જોડાય છે. આથી જ પુદ્ગલ દ્રવ્યના ના પ્રદેશની સંખ્યા અનિયત જ રહે છે. એક જ સ્કંધમાં કઈ વાર સંખ્યાત, તે કઈ વાર અસંખ્યાત, તે કઈ વાર અનંત પ્રદેશ હેાય છે. [૧] પરમાણમાં પ્રદેશને અભાવ
નાળો | -૬ છે. અણુના-પરમાણુના પ્રદેશ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org