________________
પાંચમો અધ્યાય
૨૪
પ્રશ્ન:-નવતત્વ પ્રકરણ ગ્રંથમાં અવકાયના ૧૪ ભેદો જણાવ્યા છે જ્યારે અહીં ૧૩ ભેદો જણાવ્યા તેનું શું કારણ? ઉત્તર-નવતત્વ ગ્રંથમાં કાળની દ્રવ્યમાં ગર્ણતરી કરવામાં આવી છે. આથી કાળ સહિત અછવકાયના ૧૪ ભેદો થાય છે. પરંતુ અહીં ગ્રંથકારે કાળને દ્રવ્ય તરીકે નથી ગ. ગ્રંથકારે આગળ વાંચે એ સૂત્રથી કેઈ કાળને પણ દ્રવ્ય કહે છે એમ સૂચન કર્યું છે. આથી ગ્રંથકારે કાળને દ્રવ્યરૂપે સ્વીકાર કર્યો નથી એમ જણાય છે. પ્રસ્તુત ગ્રંથકારે જેમ કાળનો દ્રવ્ય સ્વરૂપે સ્વીકાર કર્યો નથી તેમ જેઓ કાળને દ્રયરૂપે માને છે તેમની એ માન્યતાનું ખંડન પણ કર્યું નથી. આથી ગ્રંથકાર આ વિષયમાં મધ્યસ્થ રહ્યા હોય એમ જણાય છે. કાળને દ્રવ્ય માનનાર કઈ દૃષ્ટિએ કાળને દ્રવ્યરૂપે માને છે અને કાળને દ્રવ્ય નહિં માનનારની એ વિષયમાં કેવી દલીલ છે તેને વિચાર
ત્યે એ સૂત્રમાં કરવામાં આવશે. [૧] ધર્માસ્તિકાય આદિ તત્વોની વિશેષ સંજ્ઞા--
દ્રથાન નીવાશ્ચ -૨ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિમય, પુદગલાસ્તિકાય અને જીવો એ પાંચ દ્રવ્યો છે.
ધર્માસ્તિકાય આદિ પાંચની દ્રવ્ય એ સામાન્ય સંજ્ઞા છે, અને ધર્માસ્તિકાય આદિ વિશેષ સંજ્ઞા છે. દ્રવ્યનું લક્ષણ અર્થાત્ દ્રવ્ય કોને કહેવાય તે આ અધ્યાયના ૩૭ મા સત્રમાં કહેશે. [૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org