________________
૨૪ર
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર
પ્રદેશ એટલે વસ્તુ સાથે પ્રતિબદ્ધ વસ્તુને નિર્વિભાજ્ય એક ભાગ. નિવિભાજ્ય ભાગ એટલે જેના કેવળીની દષ્ટિથી પણ બે વિભાગ ન થઈ શકે તે અંતિમ સૂક્ષમ અંશ. પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલ નિર્વિભાજ્ય ભાગ.
પ્રદેશ અને પરમાણુમાં તફાવત –કેવાળીની દૃષ્ટિથી પણ જેના બે વિભાગ ન થઈ શકે એ અંતિમ સૂક્ષમ અંશ પ્રદેશ પણ કહેવાય છે અને પરમાણુ પણ કહેવાય છે. બંનેમાં તફાવત એટલો જ છે કે એ સૂમ અંશ જે વસ્તુ–કંધ સાથે પ્રતિબદ્ધ હોય તે પ્રદેશ કહેવાય છે, અને છૂટે પડેલ હોય તે પરમાણુ કહેવાય છે. આથી પ્રદેશ જ છૂટો પડીને પરમાણુનું નામ ધારણ કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ. ચાર દ્રવ્યોના સકંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ વિભાગ છે, પરમાણુરૂપ વિભાગ નથી. કારણ કે એ ચાર દ્રવ્યોને પિતાના સઘળા પ્રદેશની સાથે શાશ્વત સંબંધ હોય છે. એ ચાર દ્રમાંથી એક પણ પ્રદેશ કેઈ કાળે છૂટો પડત નથી. પુદ્ગલના જ સ્કંધમાંથી પ્રદેશ છૂટા પડે છે. પુદુગલના સ્કંધમાંથી છૂટા પડેલા પ્રદેશે પરમાણુનું નામ ધારણ કરે છે. આમ પરમાણુ એટલે પુદ્ગલ સ્કંધમાંથી છૂટો પડેલે પ્રદેશ. પ્રદેશ અને પરમાણુનું કદ પણ સમાન જ હોય છે. કારણ કે બંને વસ્તુના નિવિભાજ્ય અંતિમ સૂક્ષમ અંશે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org