________________
૨૨૩
ચોથા અધ્યાય
દે સંબંધી વિશેષ માહિતી શ્વાસોશ્વાસ અને આહાર -
જઘન્ય સ્થિતિવાળા (–૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા) દેવે સાત સાત સ્તોકે એક વાર શ્વાસોશ્વાસ લે છે અને એક અહોરાત્ર થતાં આહાર કરે છે. પલ્યોપમની સ્થિતિવાળા દેવે એક એક દિવસે એક વાર શ્વાસોશ્વાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે. ત્યારબાદ જેમને જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પક્ષે એક શ્વાસશ્વાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય છે.
આહારના ભેદ –
એજાહાર, માહાર અને પ્રક્ષેપહાર (કવલહાર) એમ આહારના ત્રણ ભેદ છે. એજાહાર –ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાતિની નિષ્પત્તિ સુધી (મતાંતરથી સ્વાગ્યે સર્વ પર્યાપ્તિની નિષ્પત્તિ સુધી) ગ્રહણ કરાતા પુદ્ગલોને આહાર. તેમાહાર -શરીર પર્યાપ્તિ (મતાંતરે સ્વયોગ્ય પર્યાપ્તિ) પૂર્ણ થયા બાદ સ્પર્શનેંદ્રિય (– ચામડી) દ્વારા ગ્રહણ કરાતા પુદ્ગલેને આહાર. પ્રક્ષેપાહાર:–કેળિયાથી ગ્રહણ કરાતા આહાર. દેવેને એ જાહાર અને માહાર એ બે પ્રકારને આહાર હોય છે.
* બૂકસંગ્રહણીમાં આ વિષયમાં થેડે તફાવત છે. ત્યાં * ૧૦ હજાર વર્ષથી અધિક અને સાગર૫મથી ન્યૂન સ્થિતિવાળા દે ૨ થી ૮ મુદ્દતે શ્વાસોશ્વાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે” એમ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org