________________
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પ્રત્યય એટલે નિમિત્ત. ઈછા થતાં આત્મસામર્થ્યથી જે વિવિધ પ્રકારે બનાવી શકાય તે લબ્ધિપ્રત્યય, અને ઈચ્છા વિના જ કેવળ તેવા પ્રકારના ભવથી જ જે વિશિષ્ટ શરીર મળે તે ભવપ્રત્યય.
(૩) સૂક્ષ્મ તત્વજ્ઞાનની જિજ્ઞાસા આદિ નિમિત્તથી ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિ જે શરીરની રચના કરે છે તે આહારક શરીર. ચૌદ પૂર્વધરો એક હાથ પ્રમાણુ સૂક્ષ્મ અને દિવ્ય શરીર બનાવીને તે શરીરને તીર્થકરની અદ્ધિ, જેવા અથવા તીર્થકરેને પ્રશ્ન પૂછવા મેકલે છે. ચૌદ પૂર્વધર દરેક મુનિ આ શરીર ન બનાવી શકે. જેમને આહારકલબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે જ મુનિ આ શરીર બનાવી શકે. પણ આહારકલબ્ધિ ચૌદ પૂર્વધર મુનિને જ પ્રાપ્ત થાય, તે સિવાય કેઈને પ્રાપ્ત ન થાય એ નિયમ છે.
(૪) ખાધેલા ખોરાકને પચાવવામાં કારણભૂત શરીર તેજસ. આપણું શરીરમાં અને જઠરાગ્નિમાં જે ગરમી રહેલી છે તે પણ એક જાતનું શરીર છે. તેને તેજસ શરીર કહેવામાં આવે છે. જે આ શરીર ન હોય તે આપણે બે રાકને પચાવી જ ન શકીએ અને આપણું શરીરમાં ગરમી પણ ન ટકી શકે. મૃત્યુ થતાં આ શરીર નહાવાથી શરીર ઠંડું પડી જાય છે. આ શરીર નરમ હોય તે ખેરાક પાચનની શક્તિ મંદ થઈ જાય છે. . (૫) આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેક થયેલાં કર્મોને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org