________________
બીજો અધ્યાય
૧૪૩
હોય તે પણ અલેપતાના કારણે તેની અહીં વિવક્ષા ન કરી હોય એમ પણ સંભવે છે. વિશેષ જિજ્ઞાસુઓએ આ વિષયના નિષ્ણાત પાસેથી સમજી લેવું. [૩૬]
શરીરના ભેદે - औदारिक-वैक्रिया-ऽऽहारक-तैजस-कार्मणानि शरीराणि
૨–૭ || દારિક, ક્રિય, આહારક, તેજસ અને કામણ એમ પાંચ શરીરે છે.
(૧) ઉદાર એટલે શ્રેષ્ઠ યા સ્કૂલ. ઉદાર પુદ્ગલેથી અનેલું શરીર ઔદારિક. ઔદારિક શરીરના પુદ્ગલો અન્ય સર્વ શરીરના પુદ્ગલેથી વધારે સ્થૂલ હોય છે. દેવ અને નારક સિવાય સર્વ જીવોનું મૂળ શરીર ઔદારિક હોય છે. આથી દેખાતું આ આપણું શરીર ઔદારિક છે.
(૨) જે શરીર નાનામાંથી મોટું, મેટામાંથી નાનું, એકમાંથી અનેક, અનેકમાંથી એક, એમ વિવિધ સ્વરૂપે બનાવી શકાય તે વૈક્રિય. આ શરીરના બે ભેદ છે. ભવપ્રત્યય અને લબ્ધિપ્રત્યય. દેવ અને નારકના જીને ભવપ્રત્યય-ભવના કારણે જ વૈકિય શરીર હોય છે. વૈક્રિય લબ્ધિવાળો કે ઈ મનુષ્ય કે તિર્યંચને લબ્ધિપ્રત્યય શરીર હોય છે. વૈકિય લબ્ધિવાળા છે જ્યારે ઈચ્છા થાય ત્યારે આ શરીરની રચના કરે છે. લબ્ધિ એટલે આત્મિક શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org