________________
૧૪૨
શ્રી તરવાથધિગમ સૂત્ર તથા નારક–દેવના જન્મનું પ્રતિપાદન થઈ ગયું છે. એથી એકેદ્રિય, વિકસેંદ્રિય, સંભૂમિ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય શેષ રહે છે.
પ્રશ્ન –તીડ, માખી, વીંછી વગેરે માં મૈથુનસેવન લેવામાં આવે છે. આથી તેમને જન્મ ગર્ભ રૂપ હો જોઈએ. જ્યારે અહીં તેમનો સંપૂર્ઝન જન્મ હોય તેમ જણાવ્યું છે તેનું શું કારણ? ઉત્તર-તીડ આદિ પ્રાણીઓને ભાવથી મેહનીય કર્મના ઉદયથી ત્રણે વેદ હોવા છતાં દ્રવ્યથી નપુંસક અવસ્થા હોવાથી મિથુન સંજ્ઞાના સંસ્કારથી તેવી ચેષ્ટાઓ કરતા હોવા છતાં ગર્ભ નથી રહેતો. જેમ બે પુરુષ કે નપુંસકને મૈથુન સેવન કરવા છતાં ગર્ભ નથી રહેતા તેમ. આથી તેમને જન્મ ગર્ભરૂપ નહિ, કિન્તુ સંમૂછન રૂપ છે.
પ્રશ્ન –કીડીઓ, મધમાખી વગેરે પ્રાણીઓ ઈંડાં મૂકતા જોવામાં આવે છે. આથી તેમને ગર્ભ રૂપ જન્મ કેમ નહિ? ઉત્તર –કીડી આદિ છે જ્યાં રહેતા હોય છે ત્યાં તેમની આજુ-બાજુ તે જીવેના સૂહમમળ ખરડાયેલા રહે છે. તે મળમાં તે જેની જાતના જીના બારીક કણે ઉત્પન્ન થાય છે. તે કણે અપકવ સ્થિતિમાં હોય ત્યારે બારીક સફેદ ઇંડા જેવા જણાય છે. બાદ તેમાંથી રૂપાંતરો થઈને જન્મ થાય છે. જેમ મનુષ્યના મળમાં સંમૂઈિમ જીવ ઉત્પન્ન થાય છે તેમ અન્ય પ્રાણુના મળમાં તેમજ આજુ-બાજુમાં રહેલ અન્ય મળમાં પણ સંમૂર્ણિમ જીવે ઉત્પન્ન થાય છે. છતાં કોઈ જીવ માટે ગર્ભ જેવી સ્થિતિ બનતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org