________________
બીજો અધ્યાય
૧૪૫ સમૂહ એ જ કાર્માણ શરીર છે. જીવ દરેક સમયે કર્મબંધ કરે છે. આત્મા સાથે બંધાયેલા આ કર્મો એ જ કામણ શરીર.
તેજસ અને કામણ આ બે શરીર સંસારી દરેક જીવને અવશ્ય હોય છે. જીવને સંસાર અનાદિથી હોવાથી આ શરીર પણ અનાદિથી છે. ભવાંતરમાં પણ આ બે શરીર સાથે જ આવે છે. મેક્ષ થાય ત્યારે જ આ બે શરીર છૂટે છે. [૩૭] પાંચ શરીરમાં સૂક્ષ્મતાની વિચારણું –
પરં સૂક્ષ્મ ર-૩૮ છે. આ પાંચ શરીરમાં પૂર્વના શરીરથી પછી પછીનું શરીર વધારે સૂક્ષમ છે.
ઔદારિક શરીરથી વૈક્રિય શરીર સૂક્ષમ છે. વૈક્રિયથી આહારક શરીર સૂક્ષમ છે. આહારકથી તૈજસ શરીર સૂક્ષમ છે. તેજસથી કામણ શરીર સૂક્ષમ છે. અહીં સૂક્ષમતાને * અર્થ અલ્પ પરિમાણ એ નથી, કિન્તુ ઘનતા અથ છે. ઘનતા એટલે અધિક પુદ્ગલેને અલ્પ પરિમાણમાં સમાવેશ. જેમ જેમ અધિક પુદ્ગલેને અ૫ અલ્પ પરિમાણમાં સમાવેશ તેમ તેમ ઘનતા વધારે. ઔદારિક આદિ પાંચ શરીરમાં ઉત્તરોત્તર શરીરમાં ઘનતા અધિક હેવાથી ઉત્તરેત્તર શરીર સૂક્ષમ છે. આનું કારણ એ છે કે એ શરીરે જે સ્કંધમાંથી બનેલા છે તે અધિક અધિક પુદગલ દ્રવ્યોવાળા છે. કઈ પણ વસ્તુમાં જેમ જેમ પુદ્ગલે વધારે તેમ તેમ તે વધારે ઘન બને છે. [૩૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org