SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર દ્રવ્યાથિક-પર્યાયાર્થિ ક નયઃર્નંગમ આદિ સાત નચેાના સક્ષેપથી દ્રબ્યાર્થિ નય અને પર્યાયાકિનય એમ એ વિભાગ છે, જે દ્રવ્યને જ વસ્તુ માને તે દ્રવ્યાર્થિ ક નય. જે પર્યાયને જ વસ્તુ માને તે પર્યાયાર્થિક નય. દ્રવ્યનયની દૃષ્ટિએ દ્રવ્ય જ વસ્તુ છે, પર્યાય નહિ. પર્યાયનયની દ્રષ્ટિએ પર્યાય જ વસ્તુ છે, દ્રવ્ય નહિ. અહી' દ્રવ્ય એટલે સામાન્ય, અર્થાત્ મૂળભૂત પદાર્થો પર્યાય એટલે વિશેષ, અર્થાત્ મૂળભૂત પદાની ભિન્ન ભિન્ન અવસ્થા. પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ એ અંશ છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. દ્રવ્યાર્થિક નય સામાન્યદ્રવ્ય રૂપ અંશ તરફ લક્ષ્ય આપે છે. પર્યાયાર્થિક નચ વિશેષ-પર્યાય રૂપ અંશ તરફ લક્ષ્ય આપે છે. ૯૪ ઃ જેમકે, મીઠાઈની દુકાન જોતાં અહીં મીઠાઈ મળે છે? એવા જે વિચાર આવ્યા તે મીઠાઈ રૂપ સામાન્ય અશને આશ્રયીને હાવાથી દ્રબ્યાર્થિ ક છે. પણ અહીં પેડા, અરફી વગેરે મળે છે એવા વિચાર આવ્યો તે તે વિચાર પેડા આદિ વિશેષ અશને આશ્રયીને હાવાથી પર્યાયાથિક છે. આ પ્રમાણે દરેક પ્રકારની ભૌતિક કે ચેતન વસ્તુને આશ્રયીને દ્રવ્યાર્થિ ક અને પર્યાયાર્થિ ક એ ઉભય નયની વિચારણા કરી શકાય. નૈગમ આદિ સાત નયામાં પ્રથમના ત્રણ નયે સામાન્ય અશ તરફ લક્ષ્ય આપતા હાવાથી દ્રવ્યાર્થિ છે અને અ ંતિમ ચાર નયા વિશેષ–પર્યાય અશ તરફ લક્ષ્ય આપતા હૈાવાથી પાઁયાર્થિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy