________________
પ્રથમ અધ્યાય
૯૩.
માને છે. કેમકે ચન્દ્ર, સૂર્ય, ઈન્દ્ર વગેરે શબ્દના અર્થ જુદા જુદા છે. પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતે. જ્યારે સમભિરૂઢનય એક પર્યાયવાચી. શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનયમાં વિશેષતા છે–તફાવત છે.
૭. એવંભૂતનય –જે નય વસ્તુમાં જ્યારે શબ્દને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતે હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂત નય. આ નય ગાયક તેને જ કહેશે કે-જે વર્તમાનમાં ગાયન ગાતે હોય. ગાયક જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતે હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રઈશે જ્યારે રસેઈ બનાવતે હોય ત્યારે જ તેને રસેઈ કહેવાય. નૃપ માણસનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ તૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શેભી રહ્યો હોય ત્યારે જ રાજા કહેવાય.
આ પ્રમાણે આ નય ક્રિયાભેદથી–વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ભેદથી અર્થભેદ માને છે. જે શબ્દને જે અર્થ હોય તે અર્થમાં તે શબ્દની વ્યુત્પત્તિથી જે ક્રિયા જણાય તે ક્રિયા
જ્યારે થતી હોય ત્યારે જ તે અર્થ માટે તે શબ્દનો પ્રયોગ કરે જોઈએ એમ આ નય માને છે.
આ સાત નાના સંક્ષેપમાં દ્રવ્યાર્થિક–પર્યાયાર્થિક, નિશ્ચય-વ્યવહાર, શબ્દ–અર્થ, જ્ઞાન-ક્રિયા વગેરે અનેક રીતે બે વિભાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org