________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની શ્રુતકેવળી કહેવાય છે. કારણ કે કેવળ ભગવંત જેટલું કહી શકે છે તેટલું શ્રુતદ્વારા ઉત્કૃષ્ટ કૃતજ્ઞાની પણ કહી શકે છે. આથી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની મૃત વડે કેવળી સમાન હોવાથી શ્રુતકેવળી કહેવાય છે.
પ્રશ્ન : –મતિજ્ઞાન ઈદ્રિ વડે ઉત્પન્ન થાય છે. ઇદ્રિ તે માત્ર રૂપી દ્રવ્યને જ ગ્રહણ કરે છે તે મતિજ્ઞાનને વિષય સર્વ દ્રવ્ય શી રીતે હોઈ શકે? ઉત્તર –મતિજ્ઞાન જેમ ઈદ્રિયેથી ઉત્પન્ન થાય છે તેમ મનદ્વારા પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વે અનુભૂત વિષય ઉપરાંત શ્રુતવડે જાણેલા વિષયેનું પણ ચિંતન કરે છે. શ્રુતવડે અરૂપી દ્રવ્યોને પણ બોધ થાય છે. આથી મનદ્વારા રૂપી–અરૂપી સર્વ દ્રવ્ય મતિજ્ઞાનને વિષય બને છે. [૨૭]
અવધિનો વિષય
વિશ્વવર | ૨–૨૮. " અવધિને વિષય કેટલાક પર્યાયયુક્ત સર્વ દ્રવ્ય છે.
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ રૂપી દ્રવ્યને જ જાણી શકે છે, અરૂપી દ્રવ્યને નહિ. [૨૮]
મન પર્યાવજ્ઞાનને વિષયतदनन्तभागे मनःपर्यायस्य ॥ १-२९॥
મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયથી અનંતમો ભાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org