________________
હમ વ્યાકરણમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મ. સાહેબને પણ કહેવું પડ્યું છે. અને એથી જ પૂર્વના મહાપુરુષેએ આ ગ્રન્થને “અસ્ત્રવચન સંગ્રહ” તરીકે પણ ઓળખાવ્યું છે.
સંક્ષેપમાં ગ્રંથ પરિચય –આ ગ્રન્થના દશ અધ્યાય છે. શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે ૩૧ ગાથા પ્રમાણુ સંબંધ કારિકા ગ્રન્થકારે પોતે જ રચેલ છે, જે ખાસ મનન કરવા લાયક છે. તે પછી પહેલા અધ્યાયમાં સમ્યફત્વ, જીવાદિ તત્ત, તત્તની વિચારણા કરવાનાં દ્વારે,જ્ઞાન અને સાત નયનું સ્વરૂપ વર્ણવેલ છે. બીજા અધ્યાયમાં જીનું લક્ષણ, ઔપશમિકાદિ ભાવેના ૫૩ ભેદ, જીવના ભેદ, ઇન્દ્રિય, ગતિ, શરીર, આયુષ્યની સ્થિતિ વિગેરે વર્ણવેલ છે. ત્રીજા અધ્યાયમાં સાત પૃથ્વી, નારક જીવોની વેદના તથા આયુષ્ય, મનુષ્ય ક્ષેત્રનું વર્ણન, તિર્યંચના ભેદે તથા સ્થિતિ વિગેરે આવે છે. ચોથા અધ્યાચમાં દેવલોક, દેવતાની અદ્ધિ અને જઘન્યત્કૃષ્ટ આયુષ્ય વગેરે બાબતો બતાવી છે. પાંચમા અધ્યાયમાં ધર્માસ્તિકાયાદિ અજીવનું તથા દ્રવ્યોનાં લક્ષણોનું, છઠ્ઠામાં આસવનું, સાતમામાં દેશવિરતિ અને સર્વવિરતિનું તથા તેમાં લાગતા અતિચારોનું, આઠમામાં મિથ્યાત્વાદિ હેતુથી થતા બંધનું, નવમામાં સંવર તથા નિર્જરાનું અને દશમા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન છે. ઉપસંહારમાં ૩૨ લેટ પ્રમાણ અંતિમકારિકામાં સિદ્ધનું સ્વરૂપ વગેરે બહુ સારી રીતે નવર્ણવેલ છે. પ્રાન્ત ગ્રંથકારની પ્રશસ્તિ આપવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org