________________
૧૦
- પણ સુંદર વિચારણા કરવામાં આવી છે. તેથી આ સૂત્ર -શ્રી જૈનશાસનમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે.
દિગમ્બર અને શ્વેતાંબર એમ બન્ને સંપ્રદાયમાં પ્રસ્તુત - સૂત્રનું પઠન-પાઠન ઘણા લાંબા સમયથી ચાલુ છે. તેમાં પણ દિગમ્બર સંપ્રદાયમાં તે કેટલાંક સૂત્રેના ફેરફાર સાથે આ સૂત્રને “ સર્વોપરિ મુખ્ય આગમ માક્ષશાસ્ત્ર” તરીકે માનવામાં આવે છે. તેઓ આ સૂત્રના ર્તા -“ઉમાસ્વાતિ” અથવા “ઉમાસ્વામીને શ્રી કુંદકુંદાચાર્યના શિષ્ય તરીકે માને છે. પરંતુ આ ગ્રન્થકર્તા શ્રી ઉમાસ્વાતિ દિગમ્બર સંપ્રદાયના નથી, પણ શ્વેતામ્બર સંપ્રદાયમાં (પરમ્પરામાં) જ થયેલા છે. તે માટે વિશેષ જિજ્ઞાસુઓએ પ. પૂ. આગમેદ્ધારક શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. સાહેબે લખેલ “વાર્થવતન્મનિઃ ” નામનું પુસ્તક જેવું.
શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રસ્તુત ગ્રન્થ ઘણા મહ- નવનું સ્થાન ધરાવે છે. આ ગ્રન્થ ઉપર બંને સંપ્રદાયના
અનેક આચાર્ય મહારાજેએ અનેક ટીકાઓ તેમજ અનેક - પંડિતેઓ હિન્દી તથા ગુજરાતી ભાષામાં નાનાં–મેટાં અનેક પુસ્તક બહાર પાડેલ છે.
આ ગ્રન્થ માત્ર ૨૦૦ થી પણ ઓછા પ્રમાણ - વાળ હોવા છતાં તેમાં લગભગ જૈન દર્શનના મૌલિક - બધા જ પદાર્થોને સંગ્રહ કરવામાં આવેલ છે. માટે જ -ઉમાસવાતિ જેવા કોઈ સંગ્રહકાર નથી.” એમ શ્રી સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org