________________
પ્રથમ અધ્યાય
પક
પ્રશ્ન:-ઘટને જોતાંની સાથે જ આ ઘટ છે એમ બંધ થઈ જાય છે, આથી મતિ અને શ્રત એ બંને સાથે જ ઉત્પન્ન થતા હોય એમ લાગે છે, જ્યારે અહીં પ્રથમ મતિ અને પછી શ્રુત થાય એમ કહ્યું છે, તે આમાં રહસ્ય શું છે?
ઉત્તર:–મતિ અને શ્રુત ક્રમશઃ જ પ્રવર્તે છે. છતાં બંને એટલી ઝડપથી પ્રવર્તે છે કે જેથી આપણને એમ જ થાય છે કે બંને સાથે જ પ્રવર્તે છે. આપણને આંખ સામે ઘડો આવતાંની સાથે જ આ ઘટ છે એ ખ્યાલ આવે છે. પણ આ વસ્તુ છે, એને ઘટ કહેવાય એમ જુદે બેધ થાય છે એવો ખ્યાલ નથી આવતે. આનું કારણ જ્ઞાનની ગતિની શીવ્રતા છે. કમળના સે પાંદડાની થપ્પી કરીને ઝડપથી છેરવામાં આવે તે ક્રમશઃ એક એક પાંદડાને છેદ થયે હેવા છતાં બધાં પાંદડાં એકી સાથે છેદાઈ ગયાં એમ લાગે છે.
મતિ અને શ્રત એ બે જ્ઞાન એકેન્દ્રિયથી પંચેંદ્રિય સુધીના દરેક જીવને હોય છે. જેમકે કીડી. કીડીને સાકરની ગંધના અણુઓની સાથે ઘણે દ્રિયને સંબંધ થતાં “અહીં કંઈક છે” એમ સ્થૂલ મતિજ્ઞાન થાય છે. પછી તેને “આ વસ્તુ મારે ખાવા લાયક છે” એવું જ્ઞાન તુરત થઈ જાય છે. યદ્યપિ તેને શબ્દોનું જ્ઞાન નથી તથા આ વસ્તુ ખાવા લાયક છે એમ કેઈએ કહ્યું નથી, છતાં પૂર્વભવમાં થયેલ તથાપ્રકારના કૃતના બળે “આ મારે ખાવા લાયક છે” એવું શ્રુતજ્ઞાન થાય છે. પછી તે તુરત સાકરના ટુકડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org