SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ શ્રી તત્વાર્થાધિગમ સત્ર તરફ ધસે છે અને તેના ઉપર ચૂંટે છે. જે કીડીને મતિશ્રુત જ્ઞાન ન હોય તે તે આ પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે નહિ. એ જ પ્રમાણે અન્ય જી વિશે પણ જાણવું. હા, એટલું છે કે–જેમ જેમ ઈ દ્વિ એછી તેમ તેમ મતિશ્રત સૂમરૂપે હોય છે. પંચેન્દ્રિયનાં મતિ-શ્રુતની અપેક્ષાએ. ચઉરિંદ્રિય જીવનાં મતિ-શ્રુત સૂક્ષમ હોય છે. ચઉરિંદ્રિયની અપેક્ષાએ તે દ્રિયનાં મતિ-શ્રુત વધારે સક્ષમ હોય છે. એકેન્દ્રિયનાં મતિ-શ્રુત સૌથી વધારે સૂક્ષમ હોય છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે એમ કહેવાથી તાત્પર્ય એ આવ્યું કે જ્યારે શ્રુતજ્ઞાન થાય ત્યારે તેની પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હોય છે. આથી પૂવે મતિજ્ઞાન થાય તે જ શ્રુતજ્ઞાન થાય એ નિયમ થયો. પણ મતિજ્ઞાન થયા. પછી શ્રુતજ્ઞાન ન પણ થાય છે જેમકે કઈ ગામડિયે માણસ શહેરમાં આવીને રેડીયાને જુએ તે તેને “આ અમુક આકારવાળી અમુક સાઈઝની વસ્તુ છે.” એમ મતિજ્ઞાન થાય છે. તેને શું કહેવાય? તેને વાચક ક શબ્દ છે એ ખ્યાલ ન હોવાથી તેને શ્રુતજ્ઞાન થતું નથી. પછી જ્યારે તેને કેઈ આ વસ્તુને રેડીઓ કહેવાય એમ કહે ત્યારે તેને શ્રુતજ્ઞાન થાય છે. પણ તે પહેલાં તે “આ અમુક આકાર * કારણ કે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું બાહ્ય કારણ છે. એનું અત્યંતર કારણ શ્રુતજ્ઞાનાવરણયને ક્ષયે પશમ છે. આથી જે વિષયનું અતિજ્ઞાન થાય તે વિષયને શ્રુતજ્ઞાનાવરણીય ક્ષયોપશમ ન હોય તો તેનું શ્રુતજ્ઞાન ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy