________________
શ્રી તવાર્થાધિગમ સત્ર (૨) પ્રથમ આંખથી સામે રહેલી વસ્તુ દેખાય છે. બાદ આ વસ્તુનું અમુક નામ છે, આ વસ્તુને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, એવું જ્ઞાન થાય છે. અહીં વસ્તુનું દર્શન થયું તે મતિજ્ઞાન અને ત્યારબાદ વસ્તુવાચક શબ્દનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
(૩) મન દ્વારા પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમકે-કેરીનું સમરણ દ્વારા શ્રુતજ્ઞાન થાય છે ત્યારે પ્રથમ કેરીની સ્મૃતિ થવાથી આકૃતિ, રૂપ વગેરે આંખ સામે આવે છે. બાદ આ આકૃતિવાળે પદાર્થ કેરી છે એમ જ્ઞાન થાય છે. અહીં કેરીની આકૃતિ આંખ સામે આવી તે મતિજ્ઞાન અને આકૃતિવાળો પદાર્થ કરી છે એ ધ તે શ્રુતજ્ઞાન.
પ્રશ્ન –મનથી-માનસિક ચિંતનથી થતા મતિ-શ્રત જ્ઞાનમાં આ મતિજ્ઞાન છે અને આ ચિંતન શ્રુતજ્ઞાન છે એવો ભેદ શાના આધારે પડે છે? ઉત્તર–શબ્દ, આસ્તેપદેશ કે શ્રુતથી એ બેમાં ભેદ પડે છે. શબ્દ, આપ્તપદેશ કે મૃતથી રહિત માનસિક ચિંતન મતિજ્ઞાન છે. શબ્દ, આપ્તપદેશ કે મૃતથી સહિત માનસિક ચિંતન શ્રુતજ્ઞાન છે. શ્રુતકેવળી જ્યારે શ્રુતજ્ઞાનથી જાણેલા પદાર્થોનું ચિંતન શ્રતગ્રંથની સહાય વિના કરે તે મતિ જ્ઞાન છે, અને શ્રતગ્રંથની સહાયથી કરે ત્યારે તે શ્રુતજ્ઞાન છે. (આ અધ્યાયના ર૭ મા સૂત્રની ભાષ્યટકા જુએ.) તે પ્રમાણે સામાન્ય જીવનું ચિંતન શબ્દાદિ રહિત હોય તે તે
મતિજ્ઞાન છે, અને શબ્દાદિ સહિત હય તે શ્રુતજ્ઞાન છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org