________________
પ્રથમ અધ્યાય
૫૫
જેમકે–બીરબલ, અભયકુમાર, રાક વગેરેની મતિ. (૨)
નયિકીઃ-ગુરુ આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ. જેમકેનિમિત્તજ્ઞ શિષ્ય. (૩) કામિકી –અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમકે–ચાર અને ખેડૂતની મતિ. (૪) પારિણુમિકી –સમય જતાં અનુભવથી પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમકે–વજસ્વામીની મતિ.
આ પ્રમાણે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૪ ભેદ સહિત મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદ થાય છે. [૧]
શ્રુતનું લક્ષણ અને ભેદશ્રુતં મતિપૂર્વ દૂચનેશિમે છે ?–૨૦
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. તેના બે (અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ) ભેદ છે. તે બે ભેદના (અંગબાહ્યના) અનેક અને (અંગપ્રવિષ્ટના) બાર ભેદે છે.
શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના થાય જ નહિ. કઈ પણ વિષયનું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન થયા પછી જ થાય. જેમકે –
(૧) પ્રથમ કણેન્દ્રિય દ્વારા શબ્દ સંભળાય છે. બાદ તે શબ્દ જે અર્થ માટે વપરાયો હોય તે અર્થનું–પદાર્થનું જ્ઞાન થાય છે. અહીં પ્રથમ કન્દ્રિયથી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન થયું અને બાદ શબ્દ શ્રવણ દ્વારા અર્થને બોધ થયો તે શ્રુતજ્ઞાન થયું. જે પ્રથમ શબ્દશ્રવણરૂપ મતિજ્ઞાન ન થાય તે અર્થબોધરૂપ શ્રુતજ્ઞાન ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org