________________
શ્રી તત્વાર્થાધિગમ સત્ર
રીતે જે સાંભળવામાં–જાણવામાં આવે તે મૃત. આ શ્રુતથી સંસ્કારિત બનેલ મતિજ્ઞાન શ્રુતનિશ્ચિત છે. અર્થાત્ પૂર્વે . ઉપદેશ આદિ દ્વારા જાણ્યું હોય પણ વ્યવહાર કાળ-શ્રુતને ઉપગ કરવાના સમયે ઉપદેશ આદિના ઉપયોગ વિના થતી મતિ કૃતનિશ્ચિત છે. જેમકે-ઘડે લાવવાનું કહેતાં અમુક વસ્તુને ઘડે કહેવાય, લાવવું એટલે અમુક સ્થાને પડેલા ઘડા નામની વસ્તુને અમુક સ્થળે મૂકવું એમ વિચાર કર્યા વિના જ ઘડે લાવીને મૂકી દે. અહીં ઘડે લાવવાનું કહેતાં જે મતિજ્ઞાન થયું-ઘડો લાવ એટલે શું કરવું એવું જ્ઞાન થયું તે કૃતનિશ્ચિત છે. કૃતનિશ્રિતમાં પૂર્વે જાણેલું હોય છે, પણ કાર્યસમયે તેને (પૂર્વે જાણેલ) ઉપગ હોતું નથી. ઘડે લાવે એટલે શું એ પૂર્વે જાણી લીધું છે, પણ “ઘડે લાવ” એમ કહેવામાં આવે ત્યારે ઘડે લાવ એટલે શું એ વિચાર કર્યા વિના ઘડે લાવવામાં આવે છે. આમ પૂર્વે જાણેલ હોય, પણ વ્યવહારકાળે તેને ઉપયોગ કર્યા વિના ઉત્પન્ન થતી મતિ કૃતનિશ્રિત છે.
પૂર્વે ક્યારે પણ જાણ્યું જ ન હોવા છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાનના ઉપશમથી ઉત્પન્ન થતી મતિ અમૃતનિશ્ચિત છે. જેમકે અભયકુમાર, બીરબલ આદિની બુદ્ધિ. પૂર્વે બતાવેલ ૩૩૬ ભેદે કૃતનિશ્ચિત મતિના છે. અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ છે. (૧) ઐત્પાતિકી, (૨) વૈનાયિકી, (૩) કાર્મિકી અને (૪) પરિણામિકી.
(૧) ઔપાતિકી -વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી મતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org