SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ પ્રથમ અધ્યાય અર્થાત્ સ્પશદિ ગુણ રૂપ અર્થના અને સ્પર્શાદિ ગુણયુક્ત દ્રવ્ય રૂપ અર્થના અવગ્રહ આદિ થાય છે. પ્રશ્ન:-ઇંદ્રિય અને મન ગુણ–પર્યાને જ ગ્રહણ કરી શકે છે તે દ્રવ્યરૂપ અર્થના અવહાદિ શી રીતે પ્રવતે? દ્રવ્યને બોધ પર્યાયના બધ દ્વારા જ થાય છે. જેમકે આંખને વિષય રૂપ કે આકૃતિ આદિ છે. આંખ દ્રવ્યના રૂપને–આકૃતિને જુએ, દ્રવ્યને નહિ, દ્રવ્યના રૂપાદિને જાણુને આ અમુક દ્રવ્ય છે એમ દ્રવ્યનો બોધ કરે છે. એ પ્રમાણે અન્ય ઇકિયે પણ દ્રવ્યના રસ આદિ ગુણ–પર્યાયને જાણ શકે છે. મન પણ પર્યાયને જ જાણી શકે છે. આથી દ્રવ્ય રૂપ અર્થના અવગ્રહાદિ કેમ પ્રવર્તે? ઉત્તર-પદ્યપિ ઇદ્રિ અને મનને વિષય પર્યાય છે, છતાં પર્યાય દ્રવ્યથી અભિન્ન હોવાથી પર્યાયના જ્ઞાન સાથે દ્રવ્યનું જ્ઞાન અવશ્ય થઈ જાય છે. આંખથી રૂપનું જ્ઞાન થતાંની સાથે જ આ અમુક દ્રવ્ય છે એમ દ્રવ્યને પણ બધ અવશ્ય થઈ જાય છે. આથી અવગ્રહાદિ દ્રવ્યરૂપ અર્થના પણ થાય છે એમ સામાન્યથી–સ્થલ દષિએ કહી શકાય. પણ તાત્વિક દષ્ટિએ તે ગુણ-પર્યાયના જ અવ– ગ્રહાદિ થાય. [૧૭]. પ્રકારાન્તરથી અવગ્રહને વિષય નચાવગ્રહ છે ?-૨૮ Jain Education Internation For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy