________________
૫૦
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર વ્યંજનને અવગ્રહ જ થાય છે.
અર્થાત્ વ્યંજન અવગ્રહને (-અર્થાવગ્રહને) જ વિષય બને છે, ઈહા આદિને નહિ. જેનાથી અર્થનું જ્ઞાન થાય તે વ્યંજન. ઉપકરણે દ્રિય અને વિષયના સંબંધ–સંગ વિના અર્થનું જ્ઞાન ન થઈ શકે. * ઉપકરણે દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ-સંગ થાય તે જ અર્થનું જ્ઞાન થાય છે. માટે ઉપકરણે દ્રિય અને વિષયના પરસ્પર સંબંધને–સંગને વ્યંજન કહેવામાં આવે છે. ઉપકરણેન્દ્રિય અને વિજ્યને પરસ્પર સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય છે, તે વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ થયા બાદ “કંઈક છે” એમ સામાન્ય જ્ઞાન રૂપ અર્થાવગ્રહ થાય. શકરાના દષ્ટાંતથી આ વિષય બરોબર સમજાશે.
અત્યંત તપેલા શકેરામાં પાણીનાં ટીપાં નાખતાં શકેરું તેને ચૂસી લે છે. એથી તેમાં જરા ય પાછું દેખાતું નથી. લગાતાર થોડીવાર પાણીનાં ટીપાં નાખવામાં આવે તે
ડા સમય બાદ તેમાં જરા પણ દેખાય છે. અહીં જ્યાં સુધી શકેરું પાછું ચૂસે છે ત્યાં સુધી તેમાં પાણી દેખાતું
* અર્થાત્ ઈહા આદિ જ્ઞાનવ્યાપારમાં દિય-વિષયને સંગ અપેક્ષિત નથી. તેમાં મુખ્યતયા માનસિક એકાગ્રતા અપેક્ષિત છે. અવગ્રહમાં-અવ્યક્ત જ્ઞાનમાં જ એ સંગ અપેક્ષિત છે.
૪ આ કથન ચહ્યું અને મન સિવાયની ઈદ્રિ દ્વારા થતા મતિજ્ઞાન માટે સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org