________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર એથી આપણે પૂર્વાનુભૂત વસ્તુ કે પ્રસંગને યાદ કરી શકીએ છીએ. પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સમરણ તે સ્મૃતિધારણા. સ્મૃતિમાં કારણ વાસના (સંસ્કાર) ધારણું છે. જેના સંસ્કાર આત્મામાં ન પડ્યા હોય તેનું કદી મરણ થતું - નથી. વાસના (સંસ્કાર) ઉપગાત્મક અવિસ્મૃતિ ધારણાથી ઉત્પન્ન થાય છે. [૧૫]
વિષયભેદથી અને પશમના ભેદથી અવગ્રહાદિના ભેદે. ___बहु-बहुविध-क्षिप-निश्रिता-ऽसंदिग्ध-ध्रुवाणां सेतराणाम्
બહુ, બહુવિધ, ક્ષિપ્રા નિશ્રિત, અસંદિગ્ધ અને પ્રવ એ છે અને એ છથી ઈતર-વિપરીત અબહુ, . અબહુવિધ, અક્ષિક, અનિશ્ચિત, સંદિગ્ધ અને અધ્રુવ એ છ મળી બાર પ્રકારે અવગ્રહાદિ પ્રવર્તે છે.
(૧) બહુ-અબહુ-બહ એટલે વધારે અને અબહુ એટલે અલ્પ. દા.ત. કેઈ વ્યક્તિ તત, વિતત, ઘન, સુષિર આદિ ઘણું શબ્દને એકી સાથે જાણે, જ્યારે કે એક, બે એમ અ૫ શબ્દને જાણી શકે. જે એકી સાથે અનેક શબ્દોને જાણે તેના અવગ્રહ આદિ અનેક શબ્દના થાય છે અને
જે એકાદ બે શબ્દને જાણે કે તેના અવગ્રહાદિ એકાદ - બે શબ્દના જ થાય છે. આ પ્રમાણે આગળ ક્ષિપ્ર આદિ - ભેદમાં પણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org