________________
જીવનું સ્વતંત્ર અસ્તિત્વ
- અમે કહ્યું: “જ્ઞાનીઓએ પ્રરૂપેલા છ સિદ્ધાન્તમાં પ્રથમ સિદ્ધાન્ત એ છે કે ચૈતન્ય એ જીવનું–આત્માનું લક્ષણ છે, એટલે જ્યાં જ્યાં ચૈતન્ય દેખાય, ત્યાં ત્યાં આત્મા અવશ્ય છે. બીજે સિદ્ધાન્ત એ છે કે આત્મા અનાદિ છે, એટલે કેઈએ તેને બનાવેલું નથી. અને અવિનાશી છે, એટલે કેઈ કાળે નાશ પામવાને નથી. તે નિત્ય છે, શાશ્વત છે, અમર છે. ત્રીજો સિદ્ધાન્ત એ છે કે આત્મા જ કર્મને ર્તા છે, એટલે તેને જે કર્મબંધન પ્રાપ્ત થયેલું છે. તેની જવાબદારી તેની પિતાની છે. એ સિદ્ધાન્ત એ છે કે આત્મા જ કર્મફલને ભક્તા છે, એટલે જે કર્મો તેણે બાંધેલાં છે, તેનાં ફળે તેને પિતાને જ ભેગવવાં પડે છે. પાંચમે સિદ્ધાન્ત એ છે કે આત્મા પુરુષાર્થના ગે આ કર્મોને નાશ કરી શકે છે અને તેના બંધનમાંથી સર્વથા મુક્ત થઈ પિતાના મૂળ સ્વરૂપમાં પ્રકાશી શકે છે. અને છઠ્ઠો તથા છેલ્લે સિદ્ધાન્ત એ છે કે “એ પુરુષાર્થ કરવાની સર્વ સામગ્રી વિશ્વમાં વિદ્યમાન છે.”
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એ વિદ્વાન મિત્રે આ છયે સિદ્ધાન્ત અક્ષરશઃ પિતાની નેંધપોથીમાં ઉતારી લીધા અને અમારા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરતાં કહ્યું : આજે તમે મને એવી વસ્તુની ભેટ કરી છે કે જે હું અંદગીપર્યત ભૂલી શકીશ નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org