________________
પ્રકરણ પાંચમું વિજ્ઞાન શું કહે છે?
વિજ્ઞાન શબ્દ પહેલાં પણ વપરાતે અને આજે પણ વપરાય છે, પરંતુ બંનેના અર્થમાં ઘણું અંતર પડી ગયું છે. - શ્રી ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં આવતા “નવને નાળે વિજ્ઞાળે પંદરજ્ઞાળે ૨ સંક” એ વચને પરથી એમ સમજાય છે કે વિનયપૂર્વક સદગુરુના ઉપદેશનું શ્રવણ કરતાં જીવ–અજીવ, પુણ્ય-પાપ, ધર્મ કે મેક્ષ સંબંધી જે બેધ પ્રાપ્ત થતા તેને “જ્ઞાન” કહેવાતું અને સત્સંગ તથા સ્વાધ્યાયના ગે એ જ્ઞાન વિશિષ્ટ કેટિનું બનતું, ત્યારે વિજ્ઞાનની સંજ્ઞા પામતું. એ વિજ્ઞાનના ફલરૂપે પ્રત્યાખ્યાનની પ્રાપ્તિ થતી, એટલે કે પાપી પ્રવૃત્તિઓને પરિહાર કરવાની વૃત્તિ જાગતી અને પરિણામે “સંયમમાર્ગમાં પદાર્પણ થતું. આ સંયમમાર્ગ છેવટે મુક્તિપુરીમાં પહોંચાડતે, એટલે માનવજીવનનું મહાન ધ્યેય પરિપૂર્ણ થતું.
આજે વિજ્ઞાન શબ્દથી ભૌતિક પદાર્થોનું વિશિષ્ટ જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org