________________
જીવ-વિચાર–પ્રકાશિત
એક વસ્તુની-નવી જ દૃષ્ટિની પ્રાપ્તિ થઈ રહી હતી કે જેનું મૂલ્ય કઈ પદાર્થથી થઈ શકે તેવું ન હતું.
અમે કહ્યું: “આપ તે વિદ્વાન છે, દરેક વસ્તુને તટસ્થતાપૂર્વક વિચાર કરી શકે તેવા છે તેથી એ વિચારવું જોઈએ કે જે જડ તત્ત્વના સંચજનથી ચેતના ઉત્પન્ન થતી હોય તે કારખાનામાં બનેલા માલની માફક બધામાં તે એક જ પ્રકારની હેવી જોઈએ અને તેનું પરિણામ યણ સરખું જ આવવું જોઈએ. એટલે એક મનુષ્ય અતિ ચપળ અને બીજે મંદ, એક મનુષ્ય અત્યંત કાર્યશીલ, અને બીજો પ્રમાદી, એક મનુષ્ય બહુ બુદ્ધિશાળી અને બીજો મૂર્ખ એમ બનવું ન જોઈએ. તે જ રીતે હાથી, ઘોડા, ઊંટ, વાનર, માછલાં, સાપ અને મનુષ્ય વગેરેની શક્તિમાં પણ ફેર ન પડવું જોઈએ, કારણ કે તે બધા ચેતના. નામની એક પ્રકારની શક્તિથી જીવંત બનેલા છે. પરંતુ આપણે જોઈએ છીએ કે તે બધાની શક્તિમાં, વિકાસમાં અને સ્વરૂપમાં ફેર દેખાય છે, તે તેનું કારણ શું? આવા તે. બીજા પણ સંખ્યાબંધ પ્રશ્ન વિચારવા છે કે જેને ખુલાસે જીવ અથવા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માન્યા. વિના થતું નથી. તે માટે જ્ઞાની પુરુષોએ જે છ સિદ્ધાન્તની પ્રરૂપણ કરી છે, તે તમારે ખાસ જાણવા જેવી છે.”
વિદ્વાન મિત્રે કહ્યું: “જે એમ જ હોય તે મને એ સિદ્ધાન્ત જરૂર જણાવે, હું તેનું ચિંતન-મનન કરીને આનંદ પામીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org