________________
જીવનું સ્વતંત્ર અસ્તિત્વ સરખું કાણું પડેલું ન હતું. જે જીવ શરીરથી જુદો હોય અને તે શરીર છેડીને ચાલ્યા ગયે તે કુંભમાં કઈ સ્થળે તે તિરાડ કે કાણું પડે ને? માટે મેં નિશ્ચય કર્યો કે જીવ અને શરીર જુદા નથી, પણ એક છે.
- ત્રીજી વાર એક ચારનું જીવતાં વજન કર્યું અને મારીને વજન કર્યું તે તેમાં કંઈ પણ ફેર પડયો નહિ. જે જીવ અને શરીર જુદા હોય તે થોડું પણ વજન એછું તે થાય ને? એટલે મેં નિશ્ચય કર્યો કે જીવ અને શરીર જુદા નથી અને પરલેક જેવી કઈ વસ્તુ નથી.
આચાર્યશ્રી : “રાજન ! તારી વાત પરથી જણાય છે કે તે જીવને નિર્ણય કરવા માટે પ્રયત્ન તે ઘણું ક્યાં છે, પણ એ પ્રયત્ન જોઈએ તે પ્રકારના ન હતા, એટલે તેનું પરિણામ જોઈએ તેવું આવ્યું નહિ. હે રાજન ! અરણીનાં લાકડામાં અગ્નિ હોય છે, એ વાત જગપ્રસિદ્ધ છે, પરંતુ એ લાકડાના નાના નાના ટૂકડા કરવામાં આવે અને પછી તપાસવામાં આવે કે એ અગ્નિ ક્યાં રહે છે, તે દેખી શકાય ખરે? હવે એ રીતે અગ્નિ ન દેખાય તે એમ કહી શકાય ખરું કે અરણીના લાકડામાં અગ્નિ જ નથી? જે કે એવું કહે તે એ વચન અવિશ્વસનીય જઠરે. આ જ રીતે દેહના નાના નાના ટૂકડા કરી તેમાં જીવ જેવાને પ્રયત્ન કરે અને જીવ ન દેખાય તે એમ કહેવું કે જીવ નામની કઈ વસ્તુ જ નથી, એ વચન પ્રામાણિક કેમ કરે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org